ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને વિજબીલ અને લોનનાં હપ્તા માફ કરવા મુખ્યમંત્રીને રજુઆત

0

હાલનાં લોકડાઉનનાં અમલીકરણ દરમ્યાન વેપાર-ધંધા-રોજગાર બંધ હોય તેવા સંજાગોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોનાં લાઈટબીલ અને હાઉસીંગ લોન તેમજ વ્યવસાય લોનનાં હપ્તા સંપૂર્ણ માફ કરવા માંગણી કરવામાં આવી છે. વિસાવદર-બિલખા-ભેંસાણનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને તેમજ સંબંધિત વિભાગને એક પત્ર પાઠવેલ છે. છેલ્લાં ૩પ દિવસથી ધંધા-રોજગાર બંધ છે તેવા સંજાગોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો પાસે ૧પ મે સુધીમાં પણ પૈસા નથી તો તેઓ કઈ રીતે ઘર વપરાશનું બીલ ભરી શકે તેવી રજુઆત કરી અને તેઓને બીલ, હપ્તા માફ કરી દેવાની રજુઆત કરી છે અને આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવેલ છે.