લોકડાઉન દરમ્યાન ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ ૩ મે સુધી પ્રતિબંધ

0

ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉનમાં ધાર્મિક, સામાજિક મેળાવડાના પ્રસંગો અને અલગ-અલગ વિધિઓની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશ અનુસાર આગામી ૩ મે ૨૦૨૦ સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે. કોરોના વાયરસની સંક્રમિત પરિસ્થિતિને યંત્ર કરવા માટે ભારત સરકારના ગાઈડલાઈન મુજબ ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા હુકમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે પૂજા-બંદગી જેવી પ્રવૃત્તિઓ દરમ્યાન લોકો એકત્રિત થઈ શકશે નહીં. એટલું જ નહીં લાઉડ સ્પીકર તેમજ અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ માટે નાગરિક ખાનગી અને વ્યક્તિગત કરી શકશે. પરંતુ વ્યક્તિગત પૂજા કે બંદગી બાદ લોકો મળવાના બહાને ભોજન કે નાસ્તા-પાણી કરવા એકતા પણ થઈ શકશે નહીં. જા કે આ માટે સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ આગળ આવીને લોકડાઉનનો અસરકારક અમલ કરાવવા પ્રયત્ન કરે તેવી ગૃહ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ગૃહવિભાગે સ્પષ્ટતા પણ કરી છે કે રાજ્ય સરકારના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સજા કરવામાં આવશે.

error: Content is protected !!