હાલ કોરોના વાયરસની મહામારીનાં કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે દુકાનો નિયમિત ખુલતી ન હોય અને દુકાનોમાં રહેલો ખોરાક ખાવા લાયક ન હોય ત્યારે કેશોદમાં મીઠાઈ-ફરસાણ અને ખાણીપીણીની દુકાનોમાં કેશોદ નગરપાલિકાનાં હેડ આરોગ્ય શાખા સેનેટરી ઈન્સ્પેકટર વી.આર.ડઢાણીયા અને જૂનાગઢ ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનાં ફુડ સેફટી ઓફિસર કે.એમ.શિંગાળા સહિતનાં અધિકારીઓ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી દુકાનોમાં ચેકીંગ કરી વાસી અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે.