આઈસીઆઈસીઆઈ બેંક જૂનાગઢ દ્વારા વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝર અપાયા

0

કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે આ કાર્યમાં આઈસીઆઈસીઆઈ બેંકની ભારતભરમાં આવેલી બ્રાંચો દ્વારા પણ વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરાઈ રહ્યું છે. જે અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંક જૂનાગઢનાં બ્રાંચ મેનેજર સ્નેહલભાઈ દેવાણી દ્વારા જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને ર૦૦૦ માસ્ક અને પ૦૦ બોટલ સેનીટાઈઝરની અપાઈ હતી. આ માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ જીલ્લા પંચાયત લેવલે કરવામાં આવશે તેમ જાણવા મળે છે.