મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમારનો આજે જન્મ દિવસ

0

મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમાર આજે તેમની સફળત્તમ જીંદગીનાં ૪પ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશે છે. તા.ર૮-૪-૧૯૭પનાં રોજ ઉત્તરપ્રદેશમાં જન્મેલા તેઓ ૧૯૯૭ની બેચનાં આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ રાજકોટ પ્રાંત અધિકારી તરીકે વડોદરા અને જામનગર મ્યુનિસીપાલ કમિશ્નર તરીકે, ભાવનગર અને રાજકોટમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે અને જૂનાગઢ જીલ્લા કલેકટર તરીકે યશસ્વી ફરજ બજાવેલ છે. તેઓએ તેમની કારર્કીદીનો પ્રારંભ રાજકોટ મદદનીશ કલેકટર તરીકે કરેલ છે. હાલ કોરોનાનાં રાષ્ટ્રીય સંકટમાં તેઓ સમગ્ર રાજય ઉપર નજર રાખી દેશ અને રાજયને અનુલક્ષી રાજય સરકાર અને મુખ્યમંત્રી સાથે સંકલનમાં રહી દરરોજ તેઓ પ્રેસ, ઈલેકટ્રોનીક મીડીયાને પત્રકાર પરિષદ રૂપે સંબોધે છે. આ ઉપરાંત રાજયમાં સુપેરે આયોજન અને લોકડાઉન સમયમાં ગરીબ વર્ગને અનાજનું વિતરણ કુપનનાં નંબર એક, બે, ત્રણ, ચાર અને છેલ્લે બાકી રહેલા તમામને આવરી લેતા આવી સુપર વ્યવસ્થાને કારણે સસ્તા અનાજની દુકાનોએ કયાંકય ગીરદી કે ભીડ ન થઈ તેવું સુંદર આયોજનનો યશ તેમને જાય છે.

error: Content is protected !!