લોકડાઉનમાં ઉપલા અધિકારીઓને કેસ બતાવવા પોલીસનો અતિરેક, નિર્દોષ લોકો દંડાય નહીં તે અંગે જાગૃતી રાખવી જરૂરી

0

કોરોના મહામારીને લઈને સમગ્ર ભારત દેશમાં લોકડાઉનનો કડક પણે અમલ થઈ રહયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનની અમલવારી માટે પોલીસ કાફલો સારી કામગીરી બજાવી રહયો છે. કોરોના મહામારી એક ચેપી રોગ હોય તેના સંક્રમણને રોકવા માટે પોલીસ અને તંત્ર જે કામગીરી કરી રહી છે તે આવકાર્ય છે અને તેમાં સહકાર આપવો દરેક નાગરીકની પણ ફરજ છે પરંતુ આ કામગીરીમાં પોલીસ દ્વારા અતિરેક થઈ રહયાનાં કિસ્સાઓ સામે આવી રહયા છે. પોલીસની કામગીરી સામે લોકોમાંથી અનેકવિધ સવાલો સાથે ભારે આક્રોશ પણ જાવા મળી રહયો છે. આ વાત એટલા માટે કરવી પડે છે કે, આવા ઘણા કિસ્સાઓ હવે ધિમે ધિમે બહાર આવ્યા છે અને પોલીસનાં અતિરેકનો ભોગ બનેલ વ્યકિતઓની વ્યથા અહીંયા એક-બે કિસ્સાની વાત રજુ કરી છે.
ઝાંઝરડા રોડ ઉપરથી બહાર આવેલ છે જેમાં લોકડાઉનનાં નિયમ મુજબ એક વ્યકિત સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ચહેરા ઉપર માસ્ક પહેરીને બજારમાં નીકળેલ. આ વ્યકિત હાર્મોનીયમ વગાડી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. જા કે તેમનું હાર્મોનીયમ ક્ષતિગ્રસ્ત થતાં તેનાં રીપેરીંગ માટે વેલ્ડીંગની દુકાને ગયેલ. આ સમયે દુકાનધારક દુકાન બંધ કરતો હોય જેથી દુકાનદારે પરમદિવસ આવવા જણાવેલ. આથી કરોડરજજુનો દુઃખાવો અને ટીબી પેશન્ટ હોવાથી પીડિત વ્યકિત ત્યાંથી ઘરે જવા રવાના થયેલ અને થોડાક ડગલા ભર્યા બાદ તેમને કમરમાં સખ્ત દુઃખાવો ઉપડતા નજીકનાં ઓટલા ઉપર બેસી ગયેલ. દરમ્યાન આ સમયે ત્યાંથી પોલીસની ગાડી નીકળેલ અને આ વ્યકિતને કોઈપણ કારણ બતાવ્યા વગર ગાડીમાં બેસાડી દીધેલ અને પોલીસ સ્ટેશને લાવી તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરેલ. હકીકતે આ વ્યકિતએ સરકારનાં નિર્દેશો મુજબનાં તમામ નિયમો અને સમયનું પાલન કરેલ હતું. આજ વ્યકિતનાં જણાવ્યા મુજબ તેમને ગાડીમાં બેસાડયા બાદ થોડેક દુર જ એક દંપતિ શાકભાજી લેવા આવેલ હતા અને મહિલા લારીએ શાકભાજી ખરીદી રહયા હતા ત્યારે પોલીસે ત્યાં આવી આ મહિલાનાં પતિ જે એક મીટરથી વધુની દુરી ઉપર ઉભા હતા તેમને પણ કોઈપણ વાંક ગુના વગર ગાડીમાં બેસાડી દઈ જાહેરનામા ભંગનો ગુનો ઠોકી દીધો હતો. આ પ્રકારનાં અનેક બેરહેમીનાં કિસ્સા શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ જોવા જાણવા મળી રહયા છે. લોકડાઉનનો અમો કેવો કડક અમલ કરી રહયા છીએ એ વાત ઉપલા અધિકારીઓને બતાવવા માટે ફરજમાં તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતા નેવે મુકીને અતિરેક ભર્યુ વલણ અપનાવવામાં આવે છે. જો કે અહીંયા એ વાત પણ નોંધનીય રહેશે કે શહેરમાં અનેક જગ્યાએ લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહયો છે અને તે પણ પોલીસની નજર હેઠળ. પરંતુ આ સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દિવસ દરમ્યાન કેસ બતાવવા માટે આ પ્રકારનું એકપક્ષીય વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહયાં હોવાનાં લોકોમાંથી આક્ષેપ ઉઠયા છે. પકડવામાં આવેલ લોકોની કોઈ વાત ધ્યાને લેવાતી નથી. સાચું કારણ જણાવેલ છે છતાં કેસો કરવાની જીદ છોડીને સમાજમાં પોલીસ હમદર્દ બની કપરા સમયમાં લોકોની રજુઆત ધ્યાને લેવા જેવી છે. લોકડાઉનની સમય મર્યાદા સવારે ૮ થી ૧ર છે એટલે કોઈને કોઈ વ્યકિત કંઈકને કંઈક જરૂરીયાત મુજબ ખરીદી કરવા આવતા હોય છે તેમાં કોઈ ઉલ્લંઘન થતું હોય તો જરૂરી છે કે પોલીસ કાર્યવાહી કરે પરંતુ જે લોકોએ કાયદાનું પાલન કરી ખરીદી કરવા નીકળતા લોકોને કનડગત કરવા, ગાડીનાં ડબ્બામાં બેસાડી દેવા જાઈએ નહી. પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે અને કાયદાનું પાલન કરાવે છે. પોલીસ કર્મીઓ વિવેકી જવાબ આપે એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે બધા દોષિ નથી હોતા… કહેવાય છેને કે ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતી…. હાથીના હાથી નીકળી જાય છે પરંતુ નિર્દોષ વ્યકિતઓને દંડ થાય છે. જા કે અહીંયા પોલીસની સારી કામગીરીની સરાહના પણ કરવી રહી. ઉનાળાની આકરી ગરમીમાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નીભાવી રહયા છે અને તે પ્રજામાં આવકાર્ય પણ બની છે પરંતુ માત્ર કેસ કરવા ખાતર કોઈપણ જાતની પુછપરછ કે વાંક ગુના વગર નિર્દોષ વ્યકિતઓને ભોગ બનાવવા અન્યાયી છે. જા કે આવા સમયમાં પોલીસ તંત્રએ કડકાઈ વાપરે તે જરૂરી છે પરંતુ સાથો સાથ નિર્દોષ લોકોને અથવા કોઈપણ વ્યકિતને કંઈ પણ પુછયા વગર ગાડીમાં બેસાડી ગુનો નોંધવો એ પણ અતિરેક કહેવાય જે માટે પોલીસે આ બાબતે પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. નો ડાઉટ લોકડાઉનનો અમલ કરવો જરૂરી છે, સોશ્યલ ડીસ્ટન્સ રાખવું પણ એટલું જ જરૂરી છે, માસ્ક પહેરવું આપણા માટે જરૂરી છે, બાઈક ઉપર ડબલ સવારીમાં ન નીકળવું જાઈએ અને ટોળારૂપી એકઠા ન થવું જાઈએ અને પોલીસ તેમજ વહીવટી તંત્રને પુરતો સહકાર આપવો પણ લોકોની એટલી જ ફરજ છે કે જેથી કોરોના જેવી મહા ભયંકર મહામારીને રોકવામાં આપણે સૌકોઈ સફળ થઈ શકીશું. (ઘરમાં જ રહો, સુરક્ષિત રહો, જાન હે તો જહાન હૈ)
ટીપ્પણી…
આ અંગે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ પણ એક ન્યુઝ ચેનલમાં ડીએસપીને વિનંતી કરતા કહયું છે કે, લોકડાઉન ખુલ્લુ હોય ત્યારે નિર્દોષ લોકોની ધરપકડ ન કરે કારણ કે કોઈને કોઈ વ્યકિત કંઈક લેવા નીકળ્યું હોય છે. આવા સમયે ધરપકડ કરવી જરૂરી નથી. લોકડાઉનની સમય મર્યાદા બાદ જો કોઈ વ્યકિત ઉલ્લંઘન કરે તો તેઓની ધરપકડ કરે તે જરૂરી છે. ૧ વાગ્યા પછી માઈકમાં જાહેર કરી ખરીદી કરવા આવતાં લોકોને ચેતવણી આપવી જાઈએ તેવું લોકો ઈચ્છે છે.

error: Content is protected !!