જૂનાગઢ રામવાડી નં. રનાં મહંત સેવાદાસ બાપુ બ્રહ્મલીન થયાં

0

જૂનાગઢમાં સમર્થ હરીરામ બાપા ગોદડીયા રામવાડી નં. રનાં મહંતશ્રી સેવાદાસ બાપુ ગોદડીયા (ઉ.વ. ૯૬) ગઈકાલે બ્રહ્મલીન થતાં તેઓને મહામંડલેશ્વર પૂ. વિશ્વંભરભારતીજી મહારાજ, રામદાસ બાપુ ખાખચોક તેમજ હરીહરાનંદભારતી બાપુ, સૂર્ય મંદિરનાં જગજીવનદાસ બાપુ, રામટેકરીનાં ક્રિષ્નાદાસ બાપુ, લંબે હનુમાનનાં અર્જુનદાસ બાપુ તેમજ ગિરનાર ક્ષેત્રનાં સંતો-મહંતો અને રામવાડીનાં વર્તમાન મહંત ગોપાલદાસ બાપુ તેમજ સેવક સમાજ દ્વારા મર્યાદીત લોકોની ઉપસ્થિતીમાં સમાધી અપાઈ હતી.