જૂનાગઢમાં બંધ કેબીન તોડવાનો તસ્કરોએ કર્યો પ્રયાસ : હોમગાર્ડ જવાન ઉપર હુમલો

0

જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા નજીક સિવિલ હોસ્પિટલ પાસે બંધ પડેલી કેબીનનાં તાળાં તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરો તાળાં તોડે તે પહેલાં જ હોમગાર્ડ જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તસ્કરોને પકડવાનો પ્રયાસ કરતાં તસ્કરોએ હોમગાર્ડ જવાન ઉપર હુમલો કરતાં ઈજાગ્રસ્ત હાલતમાં હોમગાર્ડ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.