કેશોદમાં દોઢ વર્ષના કોમળ ફૂલ જેવા બાળકને ઘરે રાખીને કોરોનામાં ડ્‌યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ

0

જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ ન હોવાથી પોલીસ સતત ખડેપગે છે.ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો સતત વધી રહ્યો છે. તેમાં કોરોના વાયરસથી મોતનાં આંકડામાં પણ ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ગુજરાત માટે મોટી ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે પોલીસ વિભાગ શું કામગીરી કરી રહી છે? પોતાનો જીવ જોખમમાં મૂકીને પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરતી પોલીસ કેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ફરજ બજાવે છે તે જોઈએ. આ છે કોમલ ડાંગર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને આમતો કેશોદમાં ચાર વર્ષથી ફરજ બજાવે છે. હાલમાં તો એક માતા તરીકેની પણ ભૂમિકા ભજવે છે. કોમલ ડાંગરના પતિ કેશોદના ચિત્રી ગામે તેમની પોતાની રહેલ ખેતી સંભાળી રહ્યાં છે. બંનેને દોઢ વર્ષનો કોમળ ફૂલ જેવો (ઉત્તમ) નામનો બાળક છે. પોલીસમાં ફરજ બજાવતા કોમલ ડાંગર પોતાના બાળક ઉત્તમને ઘરે સુવડાવીને ફરજ ઉપર પહોંચે છે. એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. તેને લઇ દોઢ વર્ષના બાળક (ઉત્તમ)ને ઘરે સુવડાવી અને પોતે પોતાની ફરજ બજાવી રહ્યા છે.આમ તો કોરોનાને લઈને સમગ્ર પોલીસ સ્ટાફ ૨૪ કલાક ખડેપગે છે. કેશોદ કોસ્ટેબલ મહિલાને સો સો સલામ છે. પોતાના દોઢ વર્ષના બાળકને ઘરે રાખીને ફરજ બજાવી રહ્યા છે. કેશોદની બજારોમાં ફરજ આપણે પોલીસને હંમેશા કડક અને ખરાબ નજરથી જ જોતા હોયએ છીએ. પોલીસની છાપ આપણા મગજમાં કેવી છે તે કહેવાની જરૂર નથી. પરંતુ તે વિચારતાં પહેલાં એક વાર ચોક્કસ વિચાર કરજો કે આ એ જ પોલીસ છે જે આપણા માટે જીવને જોખમમાં મૂકીને ફરજ બજાવી રહી છે. પોતાના પરિવારને છોડીને પણ આ લોકો તૈનાત રહે છે. તેમાં કોમલબહેન ડાંગર ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉહાહરણ છે. કોરોના વાયરસ નાના બાળકો અને વૃદ્ધો ઉપર સૌથી વધુ અસર કરે છે. તેમાં આ મહિલા કોન્સ્ટેબલ કોમલ ડાંગર પોતાના બાળક (ઉત્તમ)ને ઘરે રાખીને દરરોજ ડ્‌યૂટી ઉપર જોવા મળે છે.