ગીર-સોમનાથ જીલ્લાનાં તાલાલા તાલુકાની પરણીતા છેલ્લા ત્રણેક માસથી ઘરેલું હિંસાથી કંટાળી જઇ પીયર આવી ગયેલ અને છુટાછેડા લેવા સુધી વાત પહોંચી હોવાથી ચિંતિત બનેલ પીડીત પરણીતાએ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા સ્ટાફે કાઉન્સેલીંગ કરી સમાધાન કરી લગ્નતેર સંબંધ તુટતા બચાવેલ હતું.
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોતાના પીયરમાં ત્રણેક મહિનાથી પરીણીતા તેની એક વર્ષની બાળકી સાથે ઘરેલુ હિંસાથી કંટાળી જઇ રહેવા આવી ગઇ હતી. આ ત્રણ માસ દરમ્યાન બાળકીની કે તેણીની ખબર-અંતર પુછતા જાણવા મળેલ કે તેનો પતિ આવેલ ન હોવાથી ચિંતામાં હતી. દરમ્યાન બંન્ને વચ્ચે લગ્નતેર સંબંધ કાયમી માટે તુટવા સુધી વાત પહોંચી ગઇ હોવાથી પરણીતાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. જેથી ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયા, કોન્સટેબલ તેજલબેન, પાયલોટ ભાવેશભાઇએ પ્રથમ પરણીતાની મુલાકાત કરી કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે, તેણીનો પતિ માનસીક શારીરીક ત્રાસ ગુજારતો હતો. આ બાબતે તેના પતિને આગેવાનોએ સમજાવેલ હોવા છતાં તેનામાં કશો સુધારો થયેલ ન હોવાથી પરણીતા કંટાળી જઇ બાળકી સાથે પીયર આવી ગઇ હોવાથી વાત છુટછેડા સુધી પહોંચી છે. પરણીતા તેનો પતિ સુધરી જાય અને ત્રાસ આપવાનું બંધ કરે તો સાસરીયામાં પરીવાર સાથે રહેવા માંગતા હોવાનું જણાવેલ હતુ. જેથી ૧૮૧ સ્ટાફે બંન્ને પક્ષોને આગેવાનોની હાજરીમાં સામસામે બેસાડી કાયદાકીય માહિતી આપી સમજાવટ કરતા પતિ-પત્ની વચ્ચે સુખદ સમધાન થયુ હતુ. આમ ૧૮૧ સ્ટાફની કુનેહભરી કામગીરીના કારણે એક તુટવાના આરે પહોંચેલ લગ્ન જીવન બચી ગયું હતું.