જૂનાગઢ એસટી બસ શરૂ કરવા માટે તૈયારી પૂર્ણ : સરકારનાં આદેશની રાહ

જૂનાગઢ એસટી બસ વિભાગ દ્વારા શરૂ કરવા માટે તૈયારી પૂર્ણ કરી લેવાય છે અને સરકારના આદેશની રાહ જોવાય રહી છે. કોવિડ-૧૯ કોરોના વાયરસને લઈ છેલ્લા ૩૮ દિવસથી લોકડાઉન હોય ત્યારથી જૂનાગઢ ડેપો પણ તેના ભાગ રૂપે એસટીની તમામ રૂટો હાલ બંધ હોય જે શરૂ કરવા માટેની તૈયારીને હાલ આખરી ઓપ આપી દેવાયો હતો. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવણી કરી શકાય તે રીતે રાઉન્ડ કરી દેવાયા છે. જો સરકાર તરફથી બસ શરૂ કરવા માટે આદેશ આવશે તો ૨૦ પેસેન્જર એક બસમાં બેસાડી શકાશે અને માત્ર ગ્રીનઝોન વાળા વિસ્તારમાં જ બસ લઈ જવામાં આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!