જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનાં અહેવાલો છે. માવઠાનાં કારણે કેરીનાં પાકને ખુબ જ નુકશાન થયું છે. આબાં ઉપરથી કેરી ખરી પડી છે તેમજ ખેતરમાં પડેલી જણસોને પણ નુકશાન થયું હોવાનાં અહેવાલ છે. આ ઉપરાંત ધારી પંથકના જર, ગોવિંદપુર, સુખપુર, સરસીયા, જીરા, દુધાળા સહિતનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. બીનમોસમ આવેલો વરસાદ અતીભારે પવન સાથે આવ્યો હતો. જેનાથી આંબા ઉપરની કેરી ખરી ગઈ હતી જે કેરી સાવ નકામી બની ગઈ છે. આ કારણે આ વર્ષે ખેડુતોને ભારે નુકશાન ભોગવવું પડ્યું છે. ગીરની કેસર કેરીના ભાવ પણ વધુ રહેશે તેવું જણાઈ આવે છે. જો કે માવઠાનાં કારણે હકીકતે કેસર કેરીનાં પાકને ખરેખર કેટલું નુકશાન થયું છે. તેનો સરકાર સર્વે કરાવવો જાઈએ એવી પણ બાગાયતદારોમાંથી માંગણી ઉઠી છે.