ગુજરાતનાં સ્થાપનાદિન નિમિત્તે : સર્વે ગુજરાતની જનતાને શુભકામનાં સાથે ભારતવર્ષ કોરોના મુક્ત બને તેવી અભ્યર્થના

0

આજે ગુજરાતની જનતા માટે અગત્યનો અને મહત્વનો દિવસ છે. મહારાષ્ટ્ર રાજયમાંથી મુકત બની આજે ગુજરાત રાજયનાં સ્થાપના દિવસ છે અને જે ગૌરવશાળી દિવસ છે. મુંબઈ સાથે જોડાણ બાદ ગુજરાતનાં તત્કાલીન નેતાઓ તેમજ ગુજરાતનું હિત જેઓનાં હૈયે વસેલું હતું તેવા અનેક મુઠ્ઠી ઉંચેરા માનવીઓએ તથા ઈન્દુચાચાએ ગુજરાતને અલગ ગુજરાત રાજયનો દરજ્જા મળે તે માટેની એક લડાઈ જારી કરી હતી અને આખરે એ દિવસ પણ આવ્યો હતો કે ગુજરાતને અલગ રાજયનો દરજ્જો મળી ગયો હતો. ૧ મેએ ગુજરાત રાજયનો સ્થાપના દિવસ છે ત્યારે જૂનાગઢ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા સર્વે ગુજરાતીઓને શુભકામના પાઠવવામાં આવે છે. આ સાથે જ આપણું ગરવી…ગુજરાત… તેમજ ભારત દેશ અને સમગ્ર વિશ્વ હાલ જે કોરોનાનાં રોગચાળામાંથી વહેલી તકે મુક્ત બની જાય તેવી ઈશ્વરને પ્રાર્થના સાથ સર્વે ગુજરાતનાં લોકોને જય..જય..ગરવી..ગુજરાત….