જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે પોલીસ પાર્ટી ઉપર હુમલો

0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે ગઈકાલે બનેલાં એક બનાવમાં પોલીસપાર્ટી ઉપર હુમલો કરવાનો એક બનાવ બનવા પામેલ છે. જે અંગે ફરજમાં રૂકાવટ સહિત આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.જે.પટેલએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર કરીમશા કમાલશા રફાઈ ફકીર (ઉ.વ.૬પ), રફીક કરીમશા રફાઈ ફકીર (ઉ.વ.૩૬), ફિરોઝ કરીમશા રફાઈ (ઉ.વ.૩૦), સુલ્તાન ઉર્ફે સલીમ બહાદુર ચીરાજી તથા બે અજાણી મહિલા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ડુંગરપુર ગામનાં આરોપીઓએ ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ ઉપર હતાં તે દરમ્યાન ચારેય પુરૂષો તથા તેની સાથેની અજાણી મહિલાઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી તથા સાથેનાં પોલીસ સ્ટાફનાં માણસોને બિભત્સ શબ્દો કહી, ઝપાઝપી કરી, ઢીકાપાટુનો માર મારી, પ્રાણધાતક હથીયાર ધારણ કરી અને ગેરકાયદેસર મંડળી રચી હોય તેમને વિખેરાય જવાનું કહેતાં આરોપીઓ વિખેરાયેલ નહીં અને જાતી પ્રત્યે અપશબ્દો બોલી અને ગેરવર્તન કર્યું હોય તેમજ સરકારશ્રીનાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી તેમજ કોરોના વાયરસ ફેલાય તે રીતની બેદરકારી દાખવી અને હથીયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરીયાદ આરોપીઓ વિરૂધ્ધ નોંધાતા કલમ ૧૮૬, ૩૩ર, પ૦૪, પ૦૬(ર), ૧૪૩, ૧૪પ, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ર૬૯ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ તેમજ અન્ય વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવનાં અનુસંધાને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!