જૂનાગઢ શાકભાજી માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો રૂ. ૫ અને બટેટાનો ભાવ રૂ. ૧૬

0

જૂનાગઢ ખાતે શાકભાજી સબયાર્ડમાં ડુંગળીનો પ્રતી કીલો ભાવ રૂ. ૫ અને બટેટાનો પ્રતીકીલો ભાવ રૂ. ૧૬ છે. લોકડાઉન અને કોરોનાંના સંક્રમણ વચ્ચે સોશ્યલ ડિસટન્સ રાખી શાકભાજી સબયાર્ડમાં તરોતાજા શાકભાજી અને ડુંગળી બટેટાની નિયમિત આવક થઇ રહી હોવાનું યાર્ડનાં સત્તાવાળાઓ દ્વારા જણાવાયુ છે. તા. ૩૦ એપ્રિલ ૨૦૨૦ નાં રોજ બટેટા ૫૯૬ ક્વિન્ટલ, ડુંગળી ૧૧૧ ક્વિન્ટલ, ટમેટા ૬૪ ક્વિન્ટલ, અને અન્ય લીલા શાકભાજીની આવક ૧૩૪ ક્વિન્ટલ થઇ હતી. જૂનાગઢ સહિત આસપાસનાં વિસ્તારોમાં શાકભાજી નીયમિત મળતુ રહે તે માટે સબયાર્ડમાં દરરોજ સવારે હરરાજી કરવામાં આવે છે.