ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છમાં લોકડાઉનને કારણે ભલે પર્યાવરણ સ્વચ્છ થઈ રહ્યું હોય, પરંતુ ર૦ર૦નું વર્ષ અત્યાર સુધીનું સોથી ગરમ વર્ષ બની રહેવાની શકયતા છે. યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફયિક એડમિનિસ્ટ્રેશનાં જણાવ્યા અનુસાર, હાલ ભલે પ્રદુષણ ઘટયું હોય, પરંતુ આ વર્ષે તાપમાન સતત વધતું રહેશે. હાલ વાતરવરણમાં જે ગ્રીનહાઉસ ગેસ પહેલાથી ભળેલા છે તેના કારણે ગરમી સતત વધતી રહેશે. ર૦૧૬નાં વર્ષમાં ગરમીએ રેકોર્ડ બનાવ્યો હતો. જા કે ર૦ર૦માં આ રેકોર્ડ તૂટવાની શકયતા છે. જા આ વર્ષે ર૦૧૬ જેટલી ગરમી ના પડી તો પણ ર૦ર૦નું વર્ષ સોથી વધુ ગરમીનો રેકોર્ડ ધરાવતા ટોચનાં પાંચ વર્ષોમાં ચોકકસ સામેલ હશે. ઓકસફોર્ડ કલાઈમેટ કારસ્ટેન હ્યુસ્ટને જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રદુષણ ઘટશે, પરંતુ તાપમાન વધારે રહેશે. અત્યાર સુધી પૃથ્વીનું સોથી વધુ તાપમાન ર૦૧૬માં નોંધાયું છે. જયારે ર૦૧૯નું વર્ષ બીજા ક્રમે, ર૦૧પનું વર્ષ ત્રીજા ક્રમે, ર૦૧૭નું વર્ષ ચોથા ક્રમે અને ર૦૧૮નું વર્ષ પાંચમાં ક્રમે અવો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ છેલ્લા ત્રીસ લાખ વર્ષનાં સોથી ઉંચા લેવલે પહોંચી ગયું છે. પૃથ્વીનાં તાપમાનમાં ત્રણ ડિગ્રી જયારે સમુદ્રની સપાટીમાં ૧પ મીટર જેટલો વધારો થયો છે. સમુદ્રનું તાપમાન પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. તાપમાનમાં હિરોશિમામાં જે અણુબોંબ ફુટયા હતા તેવા પાંચ બોંબ દર સેકન્ડે ફુટે તેટલા પ્રમાણમાં ગરમી વધી રહી છે. ર૦ર૦નું વર્ષ આમેય ઘણા રેકોર્ડ બનાવી ચૂકયું છે. આ વર્ષનો જાન્યુઆરી મહિનો સોથી ગરમ રહ્યો હતો અને યુરોપનાં કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધી ગયું હતું. ફેબ્રુઆરી મહિનામાં એન્ટાર્કટીકાનું તાપમાન ર૦ ડિગ્રી સેÂલ્સયસે પહોંચી ગયું હતું.