ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ અને વાલી માટે આફતનાં પડીકા સમાન

0

જૂનાગઢ સહિત સમગ્ર દેશ જયારે કોરોનાની ગંભીર પ્રકારની બિમારી સામે એક ઠંડુ યુધ્ધ લડી રહેલ છે. છેલ્લાં ૩૯ દિવસથી લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે સમગ્ર જનજીવન જીંદગી બચાવવા માટે સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે અને આવા કપરી સમયગાળા વચ્ચે નવા શૈક્ષણિક સત્રને શરૂ કરી દેવાની લ્હાયમાં અને ગુજરાત સરકાર ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓ અને ટયુશન કલાસીસોએ ધો.૧ થી ૧રનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવતાં વિદ્યાર્થી અને વાલીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે અને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોનાનાં આ યુધ્ધની લડાઈનાં આ સમયમાં નવું શૈક્ષણિક વર્ષ પણ કેવું જશે તે અંગે કોઈ નકકર નિશ્ચિતતા પ્રવર્તતી નથી. તેમજ આવતીકાલે લોકડાઉનનો ત્રીજા તબક્કો શરૂ થયો છે ૧૭ મે સુધી લોકડાઉન સમગ્ર ભારતમાં લાગુ કરાયું છે. પરંતુ ગ્રિનઝોન, રેડઝોન, ઓરેન્જ ઝોનની જાહેરાત વચ્ચે ગ્રીન ઝોનમાં છુટછાટ આપવામાં આવી છે. બસ વ્યવહાર, જનજીવન શરૂ કરવા નિયંત્રણો હળવા કરાયા છે. અને ત્યારબાદ કેવો માહોલ સર્જાય છે તે અંગે પણ હજુ કોઈ અગમનાં કોઈ એંધાણ નથી. ત્યારે અત્યારે ઓનલાઈન શિક્ષણનાં કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે અને તેનો ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે કોરોના મહામારીનાં કારણે શાળાઓમાં રજા જાહેર કર્યા બાદ ખાનગી શાળાઓએ સરકારનાં ખાસ માનીતાં બનવાની લ્હાયમાં અને અમે સૌથી આગળ છીએ અને અમારૂં કાર્ય પધ્ધતિસરનું છે તેવી ગુલબાંગો ઝીંકવા અને વિદ્યાર્થીઓ અને તેનાં વાલીઓને નાણાંકીય રીતે ખંખેરવાનું શરૂ કરી દેવાનાં ભાગરૂપે ધો.૧ થી ૧રમાં ઓનલાઈન એજ્યુકેશનનું ડીંડક શરૂ કરી દિધું છે અને આ ડિંડકનાં કારણે વિદ્યાર્થીઓને આંખની બિમારી સહિત અનેક આડઅસર ઉભી થવાની સંભાવના છે. એક તો લોકડાઉનને કારણે વિદ્યાર્થી સહિત ઘરનાં તમામ સભ્યો ઘરમાં જ પુરાયેલા રહેતાં હોવાનાં કારણે ઘરનું વાતાવરણ પણ તંગદિલીભર્યું સતત રહેતું હોય. પ્રાઈમરીમાં ભણતાં વિદ્યાર્થી કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થી દરેકની પરિÂસ્થતી એક સરખી જ છે કારણ કે ઓછી જગ્યામાં રહેતાં અને એકથી વધારે સભ્યોનાં મોટા કુટુંબમાં વિદ્યાર્થીને જે એકાંત જાઈએ તેવું એકાંત મળી શકતું નથી.
લોકડાઉનનાં કારણે નવા સત્રનાં પાઠયપુસ્તકો બજાર બંધ હોવાથી મળતા નથી તેમજ વાંચવાનો કે ભણવાનો પુરતો સમયગાળો આપવામાં આવતો નથી. એટલું જ નહીં એક તો ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળનાં કારણે નાના બાળકોથી લઈ અને યુવાનો સહિતનાઓને આંખનાં નંબર કમ્પલસરી બની ગયાં છે ત્યારે બાળકોમાં આંખોની તકલીફ પણ સતત વધી રહી છે. એક તરફ કોરોનાની બિમારીના ભયની સામે વાલીઓ ઘણાં દિવસો સુધી પોતાનાં બાળક, દિકરા કે દિકરીને શાળાએ જતાં અચકાશે. હવે આજનું ભણતર એવું છે કે વાલીઓને એમાં ટપી પડતી ન હોય જેથી આ વિદ્યાર્થી મનમાં ને મનમાં મુંઝાયાં રાખે એટલું જ નહીં ઘણાં પાસે ઓનલાઈન શિક્ષણ મેળવવા માટેનાં †ોતનો પણ અભાવ હોય અને હાલ વેપાર-ધંધા બંધ હોય તેવી સ્થિતીમાં નવું લેપટોપ કે કોમ્પ્યુટર વસાવવું તે પણ આર્થિક ભારણ છે અને વર્ગમાં કે ટયુશન કલાસીસોમાં પણ જે ટ્યુટર હોય તે વિદ્યાર્થીને પુરેપુરૂં શિક્ષણ આપી શકતાં નથી. તો પછી ઓનલાઈન શિક્ષણ કઈ રીતે આપી શકશે ? અને વિદ્યાર્થી પણ કઈ રીતે ગ્રહણ કરી શકશે ? તે પણ મહત્વનો પ્રશ્ન છે એક સર્વે અનુસાર આજે પ્રાથમિક શાળાથી લઈ ધો.૧૦-૧ર, કોલેજકક્ષા સુધીનાં દરેક વિદ્યાર્થીઓ નવાં શૈક્ષણિક સત્રની ચિંતામાં પડી ગયા છે અને સતત લેપટોપની જાડે મથ્યાં રાખે છે અને શિક્ષણ વિભાગની અપડેટ માહિતીની જાયાં રાખતાં હોય છે. વિશેષમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી પણ ફરીયાદ ઉઠવા પામી છે કે જે કક્ષાનાં એટલે કે ધોરણનાં હજુ પાઠ્યપુસ્તકો પણ પુરેપુરાં બહાર આવ્યા નથી કે વિદ્યાર્થીઓને મળી શકતા નથી તેવાં સંજાગોમાં ઓનલાઈન અપાતા શિક્ષણ આપો તો ભલે, ન આપો તો પણ ભલે, વિદ્યાર્થીઓને ટપો જ પડતો નથી ત્યાં ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જેમ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દિધું છે તેમ ટયુશન કલાસીસો અને ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓને એવી ધરપત આપવી જાઈએ કે હાલનાં કપરા સંજાગકાળમાં જ્યાં સુધી આપણે બહાર ન આવીએ ત્યાં સુધી તમારી તમામ પ્રકારની ફી માફ છે.

error: Content is protected !!