જૂનાગઢમાં બિલખા રોડ પાસે આવેલાં શિક્ષણ તાલીમ ભવનમાં દિપડાનો આતંક : કુતરાનો શિકાર કર્યો

જૂનાગઢ શહેરમાં બિલખા રોડ ઉપર આવેલાં તાલીમ ભવન નજીક દિપડાએ લટાર મારી હતી અને કુતરાનો શિકાર કર્યો હતો. આ બનાવનાં પગલે ભયની લાગણી જન્મી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બિલખા રોડ ઉપર આવેલાં તાલીમ ભવનમાં બે દિવસ પહેલાં દિપડો ઘુસી ગયો હતો અને ભયનો માહોલ સર્જાયો હતો. તાલીમ ભવનમાં દિપડાએ ઘુસીને કુતરાનો શિકાર કર્યો હતો અને આ શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમ્યાન આ બનાવ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દિપડાને પકડવા માટે પાંજરૂં ગોઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ લોકડાઉનની સ્થિતી પ્રર્વતી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં પણ અવારનવાર દિપડા દ્વારા માનવ તથા પ્રાણી ઉપર શહેરમાં ઘુસીને હુમલાનાં બનાવો બની રહ્યાં છે. અત્યાર સુધીમાં વનવિભાગે ચાર ખુંખાર દિપડાને ઝડપી લીધા છે.

error: Content is protected !!