જૂનાગઢમાં પોલીસ કર્મચારીએ આપઘાત કરતાં પોલીસ બેડામાં શોકની લાગણી

0

જૂનાગઢ પોલીસ બેડામાં ફરજ બજાવતાં એક કર્મચારીએ ગઈકાલે ઝેરી દવા પી લઈ અને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢનાં બિલખા રોડ ઉપર એફએમ રેડીયો સ્ટેશન નજીક આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને સીપીઆઈનાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં એએસઆઈ દિલીપભાઈ મેણંદભાઈ ડાંગર (ઉ.વ.પપ)એ કોઈ કારણસર ઝેરી ટીકડા ખાઈ લેતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેઓનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ બેડામાં તેમજ તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!