નિવૃત્ત શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળો આપ્યો

0

જૂનાગઢ જીલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકસંઘનાં પ્રમુખ મેણંદભાઈ ડાંગરની યાદી જણાવે છે કે હાલમાં કોરોના વાઈરસ અંગે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી રાહતફંડમાં નિવૃત્ત શિક્ષકોને અગાઉ અપીલ કરેલ તે પ્રમાણે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ મહેતાએ રૂ.રપ૭૧૦ એક માસનું પેન્શન આપેલ છે. અને હીરાબેન રામભાઈ વાસન રૂ.પ૦૦૦, લીલાભાઈ કે.કુંભાણીએ રૂ.ર૧૦૦ આપેલ છે. તેમજ અન્ય કર્મચારીઓએ મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળો આપેલ છે. કોરોના રોગને પહોંચી વળવા માટે અત્યારે સરકાર જે મહેનત અને વહીવટી ખર્ચ કરે છે. આ વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે આપણી પણ ફરજ થાય છે. ફુલ નહીં તો ફુલની પાંખડી આપી મદદ કરવા નમ્ર નિવેદન કરવામાં આવે છે. આ નમ્ર નિવેદન જૂનાગઢ જીલ્લા નિવૃત્ત પ્રા.શિક્ષક સંઘના પ્રમુખની રૂએ નમ્ર અપીલ કરેલ છે. આ ફાળો આપશ્રી રૂબરૂ આપવા માંગતા હોવ તો જૂનાગઢ જીલ્લા નિવૃત્ત પ્રા.શિક્ષણ સંધનાં કાર્યાલયે રૂબરૂ આવી ફાળો આપી જવો અથવા રૂબરૂ ન આવી શકો અને ચેકથી ફાળો આપવો હોય તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ટીંબાવાડી બાયપાસ રોડ મધુરમમાં આવેલ છે જેમાં જમા કરાવવા મંડળનાં ખાતા નંબર, સોરઠ જૂનાગઢ જીલ્લા નિવૃત્ત પ્રા.શિક્ષક સંઘ ખાતા નંબર ૭૮૦૧૯૭૯૮૯૭૪માં ચેકથી જમા કરાવી શકશો. વધુમાં કાર્યાલય બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ મીરાનગર કલેકટર ઓફીસની બાજુમાં બપોરનાં ૯ થી ૧ર અને સાંજના પ થી ૭ સુધી કાર્યાલય ખુલ્લુ રહેશે. વધુ વિગત માટે જૂનાગઢ જીલ્લા પ્રા.શિક્ષક સંઘના મો.૯૯૭૯૨ ૪૬૮૪૬નો સંપર્ક સાધવા જણાવેલ છે.

error: Content is protected !!