જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર વેણુ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ૨૦ લોકો ભોજન પાર્ટી બનાવી રહ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસે લોકોની પાર્ટી બગાડી હતી. જૂનાગઢના ચોબારી રોડ ઉપરથી કલમ૧૪૪ ના ભંગ બદલ ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાલ કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો ઘરમાં રહેવાનું ટાળી રહ્યા છે અને અગાસી ઉપર સાથે મળી ભોજન પાર્ટી મનાવી રહ્યા છે ત્યારે જૂનાગઢના બી ડિવિઝન પોલસને બાતમી મળી હતી કે જૂનાગઢ શહેરના ચોબારી રોડ પાસે આવેલ વેણુ એપાર્ટમેન્ટની અગાસી ઉપર લોકો ભેગા થઈ અને ભોજન પાર્ટી માણી રહ્યા છે ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ કરતા ત્યાંથી ૧૧ મહિલા અને ૯ પુરૂષોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.