લોકડાઉન દરમ્યાન સેટકોમના માધ્યમથી પ્રવૃતિલક્ષી શિક્ષણ અંગે માર્ગદર્શન

0

લોકડાઉન દરમ્યાન સેટકોમના માધ્યમથી જૂનાગઢ જિલ્લાની આંગણવાડીની બહેનો સાથે કિશોરીઓ તેમજ બાળકોને પ્રવૃતિલક્ષી શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. કોવીડ-૧૯ દરમ્યાન બાળકોની સમસ્યા, તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તેની સમજ આપવામાં આવે છે તેમ પ્રોજેક્ટ ઓફિસર શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું. લોકડાઉનમાં આંગણવાડીઓ બંધ હોય વિજાપુર ખાતે બાળકો તેમજ કિશોરીઓને દ્વારા છાપકામ પ્રવૃત્તિઓ, ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ, ઘરમાં બાળકોને સંબંધોના જોડકણાં, બાળગીતો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. બાળકો દ્વારા ઘરમાં મારો સમય મારૂ સર્જન, બાળકોના વિકાસ સહિતનું માર્ગદર્શન મળવા સાથે વિજાપુરના આંગણવાડી વર્કર મંજુલાબેન વેકરીયા હેલ્પર, બારીયા ચંપાબેન દ્વારા ઘરે ઘરે જઈ બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવવા સાથે માર્ગદર્શન આપવામાં આવે છે.ઉપરાંત આશા કાર્યકર કળથિયા ગીતાબેન પણ ઘરે ઘરે સર્વે કરવા સાથે ધાત્રી માતાઓ કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપે છે.

error: Content is protected !!