સોરઠ પંથકમાં પરપ્રાંતિયોની વતનભણી દોટને પગલે ‘મજુરો’ની તિવ્ર અછત સર્જાશે

0

જૂનાગઢ સોરઠ પંથક સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાં પરપ્રાંતિયોનો પ્રવાહ પોતાનાં વતન તરફ જવા માટે રવાના થતો હોય વિવિધ શહેરોમાં તો મજુરો હવે શું થશેની આશંકા વચ્ચે એક તરફ વતનમાં જવા દોટ માંડી રહ્યાં છે ત્યારે મજુરોનાં વતનભણી જઈ રહેલાં પ્રવાહને કારણે આગામી દિવસોમાં જૂનાગઢ સહિત રાજયભરમાં અનેક ક્ષેત્રોમાં મજુરોની અછત વર્તાશે તેવું ચિત્ર ઉપસ્યું છે. કોરોના વાયરસની બિમારી સામે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનને અમલી બનાવવામાં આવતાં ધંધા-રોજગાર સહિત દરેક ક્ષેત્રો એક તકે બંધ થઈ ગયા હતાં. બીજી તરફ પ્રથમ તબક્કાનાં ર૧ દિવસનું લોકડાઉન અને ત્યારબાદ બીજા તબક્કાનું ૧૯ દિવસનું લોકડાઉન પણ પૂર્ણ થયું છે અને હાલ ગઈકાલથી ત્રીજા તબક્કાનું લોકડાઉન શરૂ થયું છે. જા કે આ ત્રીજા તબક્કામાં જે વિસ્તારો ગ્રીન ઝોનમાં આવ્યાં છે તેવાં વિસ્તારોમાં અનેક ધંધાકીય એકમો અને રોજગારી ક્ષેત્રો ફરી ધમધમતા થઈ રહ્યાં છે.  જો કે અમુક કલાકો માટેની શરતી છુટ આપવામાં આવી છે તો બીજી તરફ છેલ્લાં કેટલાય સમયથી મંદીનું ગ્રહણ જેને લાગી ગયું છે અને નોટબંધી બાદ સાવ પડી ભાંગેલ છે તેવો જા કોઈ ઉદ્યોગ હોય તો તે બાંધકામ વ્યવસાય છે. આ બાંધકામ વ્યવસાયમાં એક તરફ તૈયાર મકાનો દરેક ગુજરાતનાં તમામ શહેરોમાં મોટી સંખ્યામાં પડ્યાં છે અને રોજગારી તેમજ વેપારક્ષેત્રોમાં મંદીનાં કારણે તેમજ છેલ્લે લોકડાઉનનાં કારણે ખુબ જ મોટી અસર તેમાં પડી છે. લોકડાઉનનાં કારણે ભય ભાળી ગયેલાં ખાસ કરીને મજુરો જે જુદાં-જુદાં વ્યવસાય સાથે સંકળાયેલાં હોય ખાસ કરીને ખેતીકામ, ભુગર્ભ ગટર યોજનાનાં કામો, ટેલીફોનની પાઈપલાઈન, પાણીની પાઈપલાઈન તેમજ બાંધકામ વ્યવસાયમાં પણ મજુરી કામ કરતાં હોય આમ જુદાં-જુદાં અનેક ક્ષેત્રોમાં વિવિધ કામો સાથે સંકળાયેલા અને સારૂં એવું મહેનતાણું પાડી રહેલાં આ મજુરો કે જે આંતર જીલ્લામાંથી અથવા તો પરપ્રાંતમાંથી આવતાં હોય તેવા મજુરોનો એક પ્રવાહ આ લોકડાઉનની સ્થિતિમાં પોતપોતાનાં વતનભણી કોઈપણ ભોગે જવા રવાના થઈ ગયાં છે અને છેલ્લાં બે દિવસથી રાજકોટ સહિતનાં મહાનગરોમાં પણ ભારે હોબાળો આ બાબતે ઉઠવા પામતો હોય છે. ગુજરાતનાં દરેક જીલ્લાનાં શહેરોમાં મજુરીકામ માટે આવેલાં મજુરો ભયનાં ઓથાર હેઠળ પોતાના વતનભણી દોટ મુકી છે. તો બીજી તરફ ત્રીજા તબક્કાનાં લોકડાઉનમાં કેટલાંક વ્યવસાયો અને ઉદ્યોગોને છુટી મળી છે. તેમજ બાંધકામ વ્યવસાય પણ પુર્નઃ શરૂ થવાની આશા બાંધકામ વ્યવસાયકારો દર્શાવી રહ્યાં છે. પરંતુ આ બધા જ વ્યવસાયો એવા છે કે તેમાં મજુરોની જરૂર પડે અને હાલ મજુરો છે નહીં અને તેની મોટી અછત સર્જાવાની છે. એટલું જ નહીં જેઠ માસ શરૂ થતાં જ વરસાદી વાવાઝોડું પણ ત્રાટકે અને ચોમાસું વિધિવત રીતે શરૂ થવાનું છે ત્યારે ખેતીકામ માટે પણ મજુરોની જરૂર પડવાની છે. પરંતુ મજુરોની અછતનાં કારણે ખેતીથી લઈ અન્ય અનેક ક્ષેત્રોમાં મજુરોની અછત ઉભી થવાની દહેશત વ્યકત થઈ રહી છે અને જેને કારણે મોટા ભાગનાં જુદાં-જુદાં વેપારનાં વ્યવસાયને અસર પહોંચશે અને તેઓનાં કારણે તેમનાં કામો ખોરંભે ચડી જાય તો નવાઈ નહીં. અમદાવાદ ચાંગોદર, કચ્છ-ભુજ જીલ્લો, શાપર-વેરાવળ, રાજકોટ જીલ્લો, ભાવનગર જીલ્લો, અલંગ ઉદ્યોગ, વેરાવળ ફીશીંગ ઉદ્યોગ, જામનગરનાં વિવિધ ઉદ્યોગીક વસાહો, મોરબી સીરામીક ઉદ્યોગો, અંકલેશ્વર, વાપી, વડોદરાના ઉદ્યોગો સુમસામ બની ગયા છે.