જૂનાગઢ શહેરમાં બજારો ખુલતાં છુપા ભય વચ્ચે જનજીવન પુર્નઃ ધબકતું થયું

જૂનાગઢ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસ સામે લોકડાઉનનાં કારણે ધંધા-રોજગાર તથા વ્યવસાયીક એકમો સંપૂર્ણ બંધ હતાં. આ દરમ્યાન જૂનાગઢ શહેરનો ગ્રીનઝોનમાં સમાવેશ થતાં કેટલીક છુટછાટો મળી છે. જેમાં રવિવારનાં જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ઔદ્યોગિક એકમો, ધંધા-રોજગારને કેટલીક છુટછાટો જારી કરતું જાહેરનામું બહાર પાડયું હતું અને જેને લઈને ગઈકાલે સવારથી જ જે વ્યવસાયોને છુટ અપાઈ છે અને જે કેટેગરી પ્રમાણે સવારનાં ૮ થી ૧રમાં કેટલાંક વ્યવસાયો શરૂ કરવામાં આવ્યાં હતાં. તે રાબેતા મુજબ સવારનાં ૮ થી ૧ર દરમ્યાન ચાલુ રહ્યાં હતાં જયારે અનેક પ્રકારનાં અન્ય વ્યવસાયો બપોરનાં ૧ર થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લાં રહ્યાં હતા અને જેને કારણે અમુક જનજીવન પુર્નઃ ધબકતું થયું હોય તેમ કહી શકાય. મોટા ભાગની બજારો ખુલ્લી જતાં બજારોમાં લોકોની અવરજવર વધી હતી. તેમજ વેંચાણ અને ખરીદીની કામગીરી પણ જાર-શોરથી શરૂ થઈ હતી. નિર્ધારીત સમયે જ શરૂ થયેલી આ બજારોને કારણે વાતાવરણમાં પણ અલગ-અલગાવ આવ્યો હતો. જા કે સામાજીક દુરી જાળવી રાખવાની તેમજ ફરજીયાત મોઢે માસ્ક પહેરવું તેમજ જે કાંઈ શરતો ધંધા-રોજગાર માટે પાલન કરવાની આપવામાં આવી છે તેનું પાલન પણ કડકાઈ પૂર્વક કરવું જ પડશે. તેવી કડક કાર્યવાહી પણ શરૂ થઈ છે. જા કે ત્રીજા તબક્કાનાં લોકડાઉનમાં જૂનાગઢ શહેરમાં ગ્રીન ઝોન તબક્કામાં મળેલી છુટછાટને કારણે લોકોમાં નવી આશાનો સંચાર થયો છે.
બજારો ખુલ્લવાની સાથે-સાથે
• રવિવારે કલેકટરશ્રી દ્વારા કેટલીક છુટછાટો સાથેની આચારસંહિતા ઘડી કાઢી અને જાહેરનામું પ્રસિધ્ધ થતાં મોટાભાગનાં વેપાર-રોજગારો શરૂ થયાં હતાં.
• મુખ્ય-મુખ્ય બજારો-દુકાનો ખુલ્લી જતાં જીવન ધબકતું થયું હોય તેવો અહેસાસ થયો હતો.
• આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ માટેની દુકાનો તો નિર્ધારીત સમયે જ ચાલુ થતી હતી જે યથાવત જાવા મળી હતી.
• અમુક વેપાર-ધંધા ૮ થી ૧ર સુધી અને અમુક વેપાર ૧ર થી ૬ સુધી ધમધમતા થયા હતા.
• પાન-માવો-ગુટખાનાં વેચાણ ઉપર સદંતર બંધ જ રહ્યાં છે.
• બજારો ખુલતા નવો માહોલ શરૂ થયો છે. અગાઉ જે દુકાનો સાડા દસ પછી ધમધમતી હતી તે હાલ આઠ વાગ્યાથી વેપારીઓ દુકાનો ખોલી નાંખે છે અને ચીજવસ્તુઓ લેવાવાળાઓ પણ રાઈટ ટાઈમમાં જ એટલે કે દુકાન ખુલે તે પહેલા લાઈનસર ગોઠવાઈ ગયેલા હોય છે.
• ગ્રીન ઝોનમાં સમાવેશ થયા બાદ ચાના કીટલા શરૂ થતાં બંધાણીઓને ચાની ચુસ્કીની સ્વાદ બહારનો મળવા લાગ્યો છે.
• છેલ્લા ૪૦ દિવસ ઉપરાંતથી ગરમા ગરમ ગાંઠીયાનો લાભ લોકોએ લીધો ન હતો તે ગાંઠીયાનાં તાવળા પણ ધમધમતા થયા છે.
• સૌથી મોટી જા તકલીફ લોકોને હોય તો તે દાઢી-વાળનાં કટીંગ-શેટીંગ બાબતની હતી પરંતુ હવે તો હેરકટીંગ સલુન પણ શરૂ થયા છે ત્યારે લોકોની આ ચિંતા પણ મુકત થઈ છે.
• ગ્રીન ઝોનમાં છુટછાટો સાથે જે વેપાર-ધંધા રોજગાર શરૂ થયા છે તેને લઈને સાંજનાં ૬ વાગ્યા સુધી જીવન હરતુ ફરતુ થઈ ગયું છે.

error: Content is protected !!