હાલમાં લોકડાઉન ૧૭ મે સુધી લંબાવવામાં આવેલ હોય ત્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી.જી. બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મધુરમ બાયપાસ પાસે હિરેનભાઈ નામના યુવાનની મોટર સાયકલ સ્લીપ થતા હિરેનભાઈને પગના અંગૂઠામાં ગંભીર ઇજા થયેલ અને શરીરે મુંઢ માર લાગ્યો હોય તે દરમ્યાન ત્યાંથી પસાર થતાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા સહિતના કાફલાએ પોતાની ગાડીઓ રોકી ઇજા પામનાર યુવાનને સાઈડમાં બેસાડી, લોહી બંધ થતું ના હોઈ, પોલીસ દ્વારા જાતે રૂમાલથી પાટો બાંધ્યો હતો અને ૧૦૮ મોબાઈલને વાર લાગે તેમ હોઈ તેથી પોલીસની ગાડીમાં હિરેનભાઈને દવાખાને પહોંચાડવામાં આવેલ હતાં. જૂનાગઢ પોલીસે હિરેનભાઈને દવાખાને પહોંચાડવા માટે મદદ કરવામાં આવેલ હોય હિરેનભાઈએ તેનાથી પ્રભાવિત થઈ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. જૂનાગઢ જિલ્લાનાં પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનના સમયમાં સાહિષ્ણુતાભરી કાર્યવાહી કરવામાં આવેલ છે.