જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢનાં પોલીસ ઈન્સ.આર.સી.કાનમીયાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ દ્વારા આવા ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.સોનારા, ડી.આર. નંદાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કરમટા તથા ધર્મેશભાઈ વાઢેળને ખાનગીરાહે હકીકત મળેલ કે, રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.થર્ડ પ૦૯૦/ર૦૧૯ પ્રોહી.ક.૬પઈ, ૯૮(ર), ૮૧ મુજબના ગુન્હાઓમાં છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી દેવા નારણભાઈ કોડીયાતર રબારી (ઉ.વ.૩૦, રહે.પંચેશ્વર જૂનાગઢ, રહે.પાદરીયાગામ) હાલ પોતાના રહેણાંક મકાને હોવાની બાતમી હકીકતનાં આધારે તપાસ કરતાં ઉપરોકત હકીકતવાળો ઈસમ હાજર મળી આવતા હવાલે લઈ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.