ભાવનગરની તક્ષશિલા શાળાએ વિદ્યાર્થીઓની એક વર્ષની ફીને માફ કરી

0

કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાની સામે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનેલ છે અને એક તરફ શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવેલ છે. આ વર્ષે વેપાર-ધંધા રોજગારની બંધ સ્થિતિ હોય તેવા સંજાગોમાં શિક્ષણ સંસ્થાઓએ ફી વધારવી નહી તેવી સરકારશ્રીની સુચના હતી. ત્યારે ભાવનગરની એક ખાનગી શાળાએ આજનાં વર્તમાન સમય અને આર્થિક કટોકટીને ધ્યાને લઈ વિદ્યાર્થીની આખા વર્ષની ફી માફ કરી દઈ અને ઉમદા કાર્ય કરેલ છે. ભાવનગરની તક્ષશિલા સ્કુલ, ચિત્રા વિસ્તારનાં સંચાલક અશોકભાઈએ બાલ મંદિરથી ધો. ૧ર સુધીની આખા વર્ષની ફી માફી આપી પ્રાઈવેટ સ્કુલને નવો રાહ ચીંધ્યો છે. ભાવનગરની શાળાએ જે પહેલ કરી છે ત્યારે આવી પહેલ જૂનાગઢ શહેર અને જીલ્લાની શાળાઓ અને કોલેજ સંચાલકો દર્શાવી શકશે ખરા ? એવી પ્રજામાંથી લાગણી સાથેની માંગણી ઉઠી છે.