જૂનાગઢ જીલ્લા કલેકટર અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાએ કેશોદની તમામ પોલીસ પોઈન્ટોનું નિરીક્ષણ કર્યુ હતું. ગઈકાલે વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા બપોર બાદ શહેરની મુખ્ય ગણાતિ આંબાવાડી કાપડ બજારના વેપારીઓએ લોક ડાઉનની શરૂઆત બાદ ધંધા રોજગારનો શુભારંભ કર્યો હતો.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહી છે જેમાં આપણો દેશ પણ બાકાત રહ્યો નથી. દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે દેશભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ફરીથી ત્રણ તારીખ સુધી લોક ડાઉન લંબાવ્યા બાદ ફરીથી આગામી ૧૭ તારીખ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યુ છે ત્યારે મુખ્યમંત્રીની અદયક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી. જેમાં લેવાયેલ નિર્ણય મુજબ જુદા જુદા વિસ્તારોના જીલ્લાઓને રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા ત્યારે તમામ ઝોનમાં પાનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. તે સિવાયના મોટાભાગના તમામ ધંધા રોજગાર શરતી મંજુરી સાથે અલગ અલગ નિયત કરેલા સમય મુજબ શરૂ કરવા જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ધંધા રોજગાર શરૂ કરવામાં આવતા કેશોદની બજારોમાં લોકો ખરીદી માટે જોવા મળ્યા હતાં. સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી લોકોને અવરજવર માટે જૂનાગઢ જિલ્લામાં છુટકારો મળતા લોકોને ઘર બહાર નીકળવામાં રાહત મળી છે. જો કે સાંજના સાતથી સવારના સાત સુધી કોઈ જરૂરી ઈમરજન્સી કામ સિવાય બહાર ફરી શકશે નહિ અને જાહેરનામાનું પાલન કરવા સાથે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. ગઈકાલે ધંધા રોજગાર શરૂ કરવાની છુટછાટ સાથે લોકો બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતાં તો કોઈ જગ્યાએ નહીવત સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.