માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

0

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી ચોકકસ જ્ઞાતિને જ ટારગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ જીલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માણાવદર પોલીસની કામગીરીની તપાસ કરવા માંગ કરી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, ગત રપ એપ્રિલના રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા નાકરા ગામે કોઈપણ જાતના સર્ચવોરન્ટ વિના એક વ્યકિતનું ઘર ખોલાવી તપાસ કરવાના બહાને પાન-માવાના વેપારીને કેસ કરવાની ધમકી આપી પાંચ આકડાનો તોડ કર્યાની લોકોમાં વાતો થાય છે ત્યારે આ બનાવમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.