હાલના લોકડાઉન નોસમય તેમજ ૪૦-૪૧ ડિગ્રી તાપમાન માં ઘરમાંજ રહીને કેશોદ મુસ્લિમ પરિવારો પૂરા દિવષના રોઝારાખીને તેમજ પાંચ વક્ત ની નમાઝ ઉપરાંત રમઝાન ની ખાશ નમાઝ ત્રાબીની નમાઝ અદા કરીને વિશ્વ પર આવીપડેલ આ “કોરોના”ની મહામારી માથી મૂક્તિ મળે તેમજ ફરીથી રાબેતા મૂજબનુ જીવન વહેલાસર ધબકતું થાય તેવી દુઆઓ સાથે નાના મોટા દરેક મૂસ્લીમબિરાદરો પોતાના રબ્બત્આલા પાસે આઝીઝી પુર્વક દૂઆઓ કરે છે. આ વર્ષે કદાચ પહેલી વખત આવો મોકો મળ્યો છે કે ઘરના દરેક સભ્યો માહે રમઝાન શરિફની ઈબાદત બંદઞી સાથે મળીને નમાઝો તેમજ કુઆર્ને પઠન કરીને પોતાના પરિવાર માટે તેમજ પૂરા વિશ્વમાંટે દૂઆ પ્રાર્થના કરીને અમન શાંતિ રહે તેમજ આવી પડેલ કોરોના મહામારીથી અલ્લાહ ઈશ્વર સૌને મૂક્તિ અપાવે તેવી નેક દુઆઓ હારૂનશા સર્વદી સહપરિવાર સાથે બેસીને કરી રહ્યા હોય આમ સમસ્ત કેશોદ મૂસ્લિમસમાજ આજે સૌ પોતપોતાના ઘરોમાં સહપરિવાર ઈબાદત બંદગીમા લીન થય પોતાના કુટુંબ ની તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ ની આ રમઝાન મહીનામાં પોતાના રબ પાસે આઝીઝી પૂર્વક વિનવણી કરે.