નોડલ આઈપીએસ ઓફિસરોએ ફોન સ્વીચ ઓફ કર્યા-ડાયવર્ટ કર્યા, જાણો ડીજીપીએ શું કર્યુ ?

0

ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશમાં જણાવ્યા અનુસાર પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટે ગુજરાતના આઇપીએસ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક આપી છે અને તેમના ફોન સાથેની માહિતી પ્રસિદ્ધ કરી હતી. પરંતુ કેટલાક અધિકારીઓએ તેમના ફોન તેમનાથી જૂનિયર આઇપીએસ અધિકારીઓના ફોન નંબર ઉપર ડાયવર્ટ કર્યા હતા. તો કેટલાકે ફોન સ્વીચ ઓફ કર્યા હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગે ડીજીપીને જાણ થતા ડાયવર્ટ કરનાર અધિકારીઓનો રિતસરનો ઉંધડો લીધો છે. ગુજરાત સરકારે લોકડાઉનના પગલે ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવા માટે ગુજરાતના કેટલાક આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. આ અધિકારીઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોપવામાં આવી છે. સરકારે જે આઇપીએસ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી હતી તેમના સરકારી ફોન નંબર પ્રસિદ્ધ કર્યા હતા અને કોઇ પણ તકલીફ હોય તો આ ફોન નંબર ઉપર ફોન કરવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. બીજી બાજુ નોડલ ઓફિસર બનાવવામાં આવેલા કેટલાક આઇપીએસ અધિકારીઓએ અનનોન નંબરથી ફોન આવતા ફોનને તેમના જૂનિયર આઇપીએસ અધિકારીઓના ફોન નંબર ઉપર ડાયવર્ટ કરી દીધા હતા. એક આઇપીએસ અધિકારીએ તેમના મોબાઇલમાં જે અનનોન નંબર ઉપરથી ફોન આવતા હતા તેની યાદી બનાવીને સ્ટેટ કંટ્રોલ રૂમના કર્મચારીઓને તેમની સાથે વાત કરીને તેમણે શું તકલીફ છે તેની લેખિત માહિતી આપવાની કામગીરી સોપી હતી. તો કેટલાક અધિકારીઓએ બપોરના સમયે તેમના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા હોવાની ફરિયાદ બહાર આવી છે. નોડલ ઓફિસર બનાવવામાં આવેલા અધિકારીઓએ કામગીરી કરવાના બદલે આવી કામગીરી બીજાને સોપી દીધી હોવાની જાણ ડીજીપી શિવાનંદ ઝાને થતા તેમણે આ અધિકારીઓને બોલાવીને ખખડાવી નાખ્યા હતા અને તેમણે જે રાજ્યોની કામગીરી સોપવામાં આવી છે તે કામગીરી કરવાની સૂચના આપી હોવાનું આઇપીએસ સુત્રોમાં જાણવા મળ્યુ છે.

error: Content is protected !!