જૂનાગઢ શહેરમાં માસ્ક નહી પહેરેલા પ૦ વ્યકિતઓની ધરપકડ કરતી પોલીસ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવાલોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી. સોલંકી,
સી ડિવિઝન પીએસઆઇ ડી.જી. બડવા, પીએસઆઇ એ.કે. પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઇ, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, ભગવાનજી, વિક્રમસિંહ, અનકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, મેહુલભાઇ, કમાન્ડો ભગાભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા માસ્ક નહીં પહેરતા ઇસમોને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી, જૂનાગઢ શહેર વિસ્તારમાંથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે ૫૦ જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભાંગના ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. ઉપરાંત, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ ખાસ કાર્યવાહી કરી, તમામ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવેલ છે. વધુમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે બેંકો તથા દુકાનોની સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. પોલીસના પ્રયાસોથી વ્યવસ્થા ગોઠવતા, ભીડ ઉપર કાબુ મેળવી, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર ઉપરાંત, કેશોદ, માણાવદર, વિસાવદર, માંગરોળ, વંથલી, મેંદરડા, સહિતના વિસ્તારમાં પણ માસ્ક નહીં પહેરતા ઈસમો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.