જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં પાંચ ડોકટરોએ આપેલ રાજીનામું

0

જૂનાગઢ શહેરમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ એવી સિવીલ હોસ્પિટલમાં રેસીડેન્ટ પાંચ ડોકટરોએ રાજીનામું આપી દેતાં ભારે ચકચાર જાગી ઉઠી છે અને આ અંગે અવનવા તર્કો પણ ઉઠવા પામ્યા હતાં. ભેંસાણમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હોય અને આ પોઝીટીવ કેસ જૂનાગઢ સારવાર માટે આવ્યા હોય અને જેનાં કારણે જાખમ ઉભું થવાનાં કારણે પણ રાજીનામું આપ્યું હોવાની એક તકે અફવા ઉઠવા પામી હતી. જા કે ડોકટરોનાં રાજીનામાં અંગે આધારભૂત રીતે પ્રાપ્ત થતી વિગત અનુસાર વિવિધ કારણસર ડોકટરોએ રાજીનામા આપ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં જુની.રેસીડેન્ટ ડોકટર તરીકે કાર્યરત કુલ પાંચ ડોકટરો જેમાં ૩ ડોકટરો જેન્ટસ અને ર ડોકટરો લેડીઝ છે. ગર્વમેન્ટ ઓફ ગુજરાત તરફથી આ પાંચે-પાંચ ડોકટરોને સરકારશ્રીનાં આદેશ મુજબ અમદાવાદ નિયુક્ત થઈ હતી અને જેને લઈને આ ડોકટરો મુંઝવણોમાં મુકાયા હતાં. ખાસ કરીને જે ૩ જેન્ટર્સ જુની.રેસીડેન્ટ ડોકટરો છે તેઓને પોસ્ટ ગ્રેજયુએશન (પી.જી.)માં એડમીશન મળવાની સંભાવના હોય જા તેઓ અમદાવાદ જાય તો ત્યાંથી આવ્યા પછી ફરજીયાત કોરોન્ટાઈન કરી દેવા પડે અને જેને લઈને તેઓને ઈન્ટરવ્યુ નિકળે તો તેમાં તે હાજર રહી શકે નહીં આમ ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ડોકટરોએ રાજીનામું આપ્યું છે. જયારે જે ર લેડીઝ જુની.રેસીડેન્ટ ડોકટર છે તેઓએ એક તો અમદાવાદ શહેર અને તેમાં પણ કોરોનાનાં ભયગ્રંથીને લીધે તેઓને જવું ન હતું અને ફરજ ઉપર જા હાજર ન થાય તો દેખીતું છે કે રાજીનામું આપવું જ પડે અને આ રીતે પાંચ જુનીયર રેસીડેન્ટ ડોકટરોએ રાજીનામું આપી દીધું હોવાનું બહાર આવેલ છે.