ભેંસાણમાં આવશ્યક સેવા યથાવત, બાકી બધું બંધ

0

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ પંથકમાં કોરોનાનાં બે કેસ પોઝિટીવ આવતાં ભેંસાણ શહેર તથા ગ્રામ્ય પંથકનું ચિત્ર પલ્ટાઈ ગયું છે અને ભેંસાણ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયની લાગણી ઉભી થઈ છે. જા કે સંબંધિત સતાધિશો દ્વારા તકેદારીનાં સંપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ગઈકાલે રાત્રીનાં ભેંસાણ માટેની માર્ગદર્શિકા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત આવશ્યક સેવાઓ યથાવત રાખવામાં આવી છે અને બાકી બધુ બંધ કરી દેવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ શહેરનાં ભેંસાણ તાલુકાની ગ્રામ પંચાયતનાં વિસ્તારમાં કોરોના વાયરસનાં કુલ-ર પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ હોય, આ નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯નાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા અને એકબીજાના સંપર્કમાં આવવાથી આ રોગના ફેલાવાની શકયતા વધી જતી હોવાથી તથા આ વાયરસની બિમારી ચેપી બિમારી હોય જે આગળ ન વધે તે માટે તકેદારીનાં પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાતું જાહેરનામું જારી કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં ભેંસાણ ગ્રામ પંચાયતનાં રહેણાંક વિસ્તાર તથા મહેસુલી વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઈન્મેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ આ વિસ્તારના એન્ટ્રી અને એકઝિટ પોઈન્ટ ઉપર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવાનું કાર્ય શરૂ કરાયું છે. અને આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરાવવાનાં રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. તેમજ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ સિવાયનાં અન્ય કોઈ રસ્તેથી કોઈપણ વ્યકિત કે વાહનની અવર-જવર થઈ શકશે નહીં. એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટથી પસાર થતા તમામ વ્યકિત તથા વાહનોનું વિગતવાર રેકર્ડ રાખવાનું રહેશે. ઉકત કન્ટેઈન્મેન્ટ એરીયાની એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારીશ્રી વિસાવદરએ નક્કી કરવાનો રહેશે. તેમજ કન્ટેઈન્મેન્ટ એરીયામાંથી બહાર નિકળતા / પસાર થતાં તમામ વાહનો સંપૂર્ણપણે ડિસઈન્ફેકટેડ થાય તે રીતે સેનીટાઈઝેશન થયા બાદ જ કન્ટેઈન્મેન્ટ એરીયામાંથી બહાર નિકળી શકશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યકિત અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારમાં વસવાટ કરતાં કોઈપણ વ્યકિત બહાર જઈ શકશે નહીં. તેમજ આ વિસ્તારમાં એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમ / આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે. અને રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે.
આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો-વ્યવસ્થા સંબંધેની ફરજા સહિત) અને વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગરની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે બાબતો સુનિશ્ચિત કરી તેના નિયંત્રણ અંગે ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધીકારીશ્રી વિસાવદરએ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.  ભારત સરકારશ્રીનાં કન્ટેઈન્મેન્ટ એરીયા પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દુધ, અનાજ, કરીયાણું, ખાદ્ય પદાર્થો તેમજ દવાઓ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે ચતેનું નિયમન ઈન્ડસીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધીકારી વિસાવદરએ કરવાનું રહેશે.  ભેંસાણ તાલુકાનાં ભેંસાણ ગામનાં ઉપર મુજબ જાહેર કરેલ કન્ટેઈન્મેન્ટ એરીયાની હદને સીલ કરવામાં આવેલ છે. ઉપરાંત ભેંસાણ ગામની ફરતે આવેલ ખંભાળીયા, રાણપુર, છોડવડી, ચણાકા, રફાળીયા તથા પરબવાવડી ગામનાં ગ્રામ પંચાયતનાં રહેણાંક વિસ્તારો તથા તેનાં મહેસુલી વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવે છે. બફર ઝોનમાં આરોગ્ય તંત્ર દ્વારા સ્ક્રીનીંગ, સેમ્પલીંગ તથા ટેસ્ટીંગની સઘન કામગીરી કરવાની રહેશે. તેમજ ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી બફર ઝોનમાં કોવિડ-૧૯નાં સંક્રમણનાં ફેલાવાની શક્યતાઓને ધ્યાને લઈને આવશ્યક ચીજવસ્તુઓ, લોકોની અવર-જવર વગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગુ કરી શકશે. આ જાહેરનામાની જાગવાઈઓ સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા વાહનો (સરકારી/ખાનગી સહિત) અને આવશ્યક ચીજવસ્તુઓનું વેંચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરાયેલ પાસ-ધારકોને, આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલવાહક વાહનો તથા આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને લાગુ પડશે નહીં. પરંતુ કન્ટેઈન્મેન્ટ એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા સરકારશ્રીની કોવિડ-૧૯ સંબંધેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસટર મેનેજમેન્ટ એકટની જાગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે.

error: Content is protected !!