જૂનાગઢમાં સીસીટીવી કેમેરાનાં આધારે લોકડાઉનનાં ભંગ અંગે ગુનો દાખલ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, તે અંગે કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના જારી કરાયેલ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સીસીટીવી દ્વારા પણ ગુના દાખલ કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેમાં સીસીટીવી કન્ટ્રોલરૂમ ખાતેથી પીએસઆઇ અજિત નંદાનિયા, પીએસઆઇ પ્રતીક મશરૂ તથા સ્ટાફના પો.કો. રવીરાજસિંહ, ચેનભાઈ દ્વારા સતત સીસીટીવીનું મોનીટરીંગ કરી, વગર કારણે શહેરમાં ફરતાં તથા કોઈપણ વિસ્તારમાં વગર કારણે બેઠેલા ઈસમો બાબતે કોઈ વાંધાજનક જણાઈ આવે તો, સીસીટીવીની ઈમેજ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવે છે, જેના ઉપર શહેરના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, વ્યાજબી કારણસર બહાર નીકળ્યા છે કે કેમ? તે ચેક કરી, જો ગુન્હાહિત જણાય આવે તો, ગુના પણ દાખલ કરવામાં આવે છે. જેનું રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવે છે. જે અતર્ગત સીસીટીવી કંટ્રોલ રૂમ તરફથી સક્કરબાગ પાસે અમુક લોકો બેસેલા હોવાની ઇમેજ મોકલવામાં આવેલ હતી. જે આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતની પોલીસ ટીમ દોલતપરા વિસ્તારમાં જ પેટ્રોલિંગમાં હોય, સકકરબાગ ખાતે તાત્કાલિક પહોંચી, તપાસ કરતા, બે ઈસમો (૧) ઈમ્તિયાઝ અનવરભાઈ મલેક ઉવ.૩૫ રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, માર્કેટ યાર્ડ, જૂનાગઢ તથા (૨) ઇરફાન અઝીઝભાઈ રારાણી ઉવ.૨૯ રહે. કસ્તુરબા સોસાયટી, માર્કેટ યાર્ડ, જૂનાગઢને મોટર સાયકલ સાથે બિન જરૂરી બેઠેલા માલુમ પડતા, તેઓ બંનેને રાઉન્ડ અપ કરી, એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા, એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલ બંને આરોપીઓ ઉપર જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, સીસીટીવી કંટ્રોલ રૂમના ઇમેજ મેસેજ આધારે તાત્કાલિક ગણતરીની મિનિટોમાં કાર્યવાહી કરવામાં આવેલ હતી.

error: Content is protected !!