ગુજરાત રાજયમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતીયો અને શ્રમિકોનો મુદો ચગ્યો છે. આવામાં પરપ્રાંતીયો અને શ્રમિકોએ સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી પોતાના વતનના રાજયમાં જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ ૭ ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ ૧૦ ટ્રેન રવાના થવાની છે. ઔરીસ્સા જવા માટે સુરતથી કુલ ૮ ટ્રેનો ગઈ છે. આમ કુલ ર૩ ટ્રેનનાં માધ્યમથી ર૮ હજાર જેટલા પરપ્રાંતીયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. વિરમગામથી યુપીની પણ ટ્રેન રવાના થશે. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી પણ ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી કુલ ૩પ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતીયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. ગુજરાત રાજય સરકાર પરપ્રાંતીયોને અપીલ કરી છે કે જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે. પણ ધીરજ રાખે. સુરતમાંથી રત્ન કલાકારો વતન જવા માંગતા લોકો માટે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કિશોરભાઈ કાલાણીનાં અધ્યક્ષ સ્થાને એક કમીટીની રચના કરવામાં આવી છે. આ કમીટી બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રસ્તામાં આવતા બીજા વિસ્તારોનું સંકલન કરીને રત્ન કલાકારોને પોતાના વતનમાં મોકલશે.