અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ઓનલાઈન યોજાઈ

0

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ તા. ૬-પ-ર૦નાં રોજ ઓનલાઈન ઝૂમ એપ્લીકેશનાં માધ્યમથી યોજાઈ ગઈ હતી. આ મીટીંગના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ સુખવાણી (કાળુભાઈ) તેમજ ઈશ્વરભાઈ જેઠવાણી, કિશોરભાઈ મોરેન્ઢા, વાસુદેવ ગોલાણીના માર્ગદર્શન હેઠળ બે સેશનમાં યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ભારતભરમાંથી ૬૦ જેટલા લાડી સમાજના આગેવાનો જાડાયા હતાં. મીટીંગમાં કોરોના મહામારીના કારણે લાડી સમાજના જરૂરીયાતમંદ પરીવારો સુધી રાશનની કીટ પહોંચાડવામાં આવી રહી છે. જેની ચર્ચા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ લોકડાઉનના સમય સુધી આ મદદ પહોંચાડવામાં આવશે એ નકકી કરાયું હતું. આ ઉપરાંત ઘણા શહેરોમાં લાડી સીંન્ધી પરીવારને આર્થિક મદદ પણ કરવામાં આવી છે તેમજ ભવિષ્યમાં લોકડાઉન ખુલ્યા બાદ લાડી સિંધી સમાજના નાના વેપારીઓને વગર વ્યાજની લોન આપવાનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નજીકનાં ભવિષ્યમાની વેબસાઈટ પણ શરૂ થઈ રહી છે જેની પણ વિસ્તૃત ચર્ચાઈ થઈ હતી. ઓનલાઈન સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ આયોજીત કરી આ મીટીંગમાં દર વર્ષે થનાર ખર્ચમાં રોક લગાવી અન્ય સમાજને પણ ડીજીટલાઈઝેશન તરફ આગળ વધવા લાડી સમાજ દ્વારા એક ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. મીટીંગના અંતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કાળુભાઈ સુખવાણી એ તમામને આ ડીજીટલ સિસ્ટમથી એકબીજાનાં સંપર્કમાં રહેવાનાં પ્રયાસમાં સહભાગી થવા તેમજ સમાજને આ કઠીન સમયમાં સહાયરૂપ થવા અભિનંદન પાઠવ્યા હતાં.

error: Content is protected !!