ખાનગી શાળાનાં સંચાલકો દ્વારા માર્ચ-એપ્રિલ અને મેની ફીની ચુકવણી કરવા વાલીઓને અપીલ : આ વાત કેટલી વ્યાજબી ?

0

કોરોનાનાં જીવલેણ આક્રમણનાં પગલે ગત માર્ચ મહિનાથી શાળા-કોલેજા બંધ કરી દેવાતા માર્ચ-એપ્રિલ અને મે મહિનાની સ્કૂલ ફી નહી ચુકવાતા સ્કૂલ ફી ઉપર નભતી ખાનગી શાળાનાં સંચાલકો દ્વારા વાલીઓને ત્રણ મહિનાની ફીની ચુકવણી કરવા અપિલ કરાઈ છે. જા કે આ દરમ્યાન ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા માર્ચ અને એપ્રિલનાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓને પુરા પગાર ચુકવાઈ રહ્યા છે. જયારે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા મે મહિનામાં આંશિક પગારકાપ મુકવાની સુચનાઓ જારી કરાઈ હોવાનું જાણવા મળે છે. એ હકીકત છે કે શાળાઓનું સંચાલન ફી ઉપર નિર્ભર હોય પરંતુ કોરોના લોકડાઉનમાં એવા હજારો વાલીઓ કે જેમને પગાર નહી પણ નાના ધંધા રોજગારથી પરિવારનું જીવન નિર્વાહ કરવાનું હોય છે. તેવા વાલીઓ અને પગારદારો માટે ત્રણ મહિનાની ફી ચુકવવાનું શકય બનશે ખરૂ ? આ દિશામાં અત્યાર સુધી ફીના ઉધરાણાથી લાખો કરોડોની કમાણી કરનાર શાળા સંચાલકોએ સકારાત્મકપણે અપિલની ભાષામાં હાલ ફીની માંગણી કરવી જાઈએ ખરી ? આ એક ખાનગી શાળાનાં સંચાલક દ્વારા વાલીઓને શાળાની નિભાવણી, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓનાં પગાર અને શાળાનાં આગામી સંચાલનને આગળ ધરીને ગત માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફીની ચુકવણી કરવા અપિલ કરાઈ છે. પરંતુ અહિંયા સવાલ એ છે કે, મે મહિનામાં સ્ટાફનાં પગાર કાપની સુચના જારી કરનાર ખાનગી શાળાઓનાં સંચાલકોની અપિલને સકારાત્મક માનીએ તો પણ સામે વાલીઓની સ્થિતિ પણ જાવી જ રહી. નોકરિયાત વાલીઓને લોકડાઉનમાં ઘરખર્ચમાં થયેલો વધારો તેમજ ધંધારોજગાર કરતા વાલીઓની આવક બંધ થઈ જતા શાળા સંચાલકોની અપિલની અસર સામે આવા વાલીઓની સ્થિતિ કેવી થાય ? વળી સરકારે જયારે આગામી વર્ષમાં ફીમાં વધારો નહી કરવાનાં કરેલા ફરમાનથી જૂનાગઢ શહેરની અમુક તથા જીલ્લાની શાળા સંચાલકોને ખાસ કાંઈ નુકશાન જવાનું નથી. ત્યારે અપિલ કરવાને બદલે સરકાર દ્વારા નકકી કરાયેલી નીતિ મુજબ ગત ત્રણ મહિનાની ફી હપ્તામાં ચુકવવા અને નવા શૈક્ષણિક સત્રની ફી નિયમ મુજબ ચુકવવાનું વાલીઓ માટે સરળ રહે તે શાળા સંચાલકોએ જાવું રહ્યું. ગુજરાતમાં સો પ્રથમ વખત ભાવનગરની એક ખાનગી સ્કૂલે આખા વર્ષની ફી માફીની જાહેરાત કરી છે. ત્યારે તેમાંથી ખાનગી શાળાનાં સંચાલકોએ શિખ લેવાની જરૂર છે.

error: Content is protected !!