zoom appથી સ્કૂલનાં છાત્રો ઉપર અત્યાચાર

0

કોરોના સંકટને કારણે લોકડાઉન જારી છે આ દરમ્યાન લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે વિડિયો કોલિંગ એપ ઝૂમ એપનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની ઓફિસોમાં પણ વીડિયો કોન્ફરન્સ માટે આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવ્યા હતા કે આ એપ સુરક્ષિત નથી, ઝૂમ મિટિંગ એપ વીડિયો કોન્ફરન્સ માટે સુરક્ષિત પ્લેટફોર્મ નથી. સરકાર આ બાબતમાં ગાઈડલાઈન જારી કરી છે. છતાંય સોરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગની સ્કૂલોમાં બાળકો ઉપર ઝુમ એપથી રીતસર અત્યાચાર કરાઇ રહ્યો છે. જૂનાગઢ શહેરની અનેક સ્કૂલો ખાસ કરીને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો રોજ ૨૦૦થી ઉપર વિદ્યાર્થીઓને ભણાવે છે. ધો.૩, ૪, ૫ જેવા ધોરણોના વિદ્યાર્થીઓને પણ ત્રણ-ત્રણ કલાક ભણાવે છે ! તેમાં પણ ગમે તેવા વિષયો ઉપર બાળકો ઉપર રીતસર ‘ચીની’ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ત્રીજા-ચોથા ધોરણના આર્ટ એન્ડ ક્રાફટ જેવા સાત ફાલતુ વિષયોના પીરિયડ પણ આ એપ ઉપર લેવાય છે. પ્રતિબંધ હોવા છતાં સોરાષ્ટ્ર કચ્છની કેટલીક ખાનગી સ્કૂલોમાં ૨૦૦ એપને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે.
ત્રણ કલાક સળંગ કેવી રીતે ભણે?
સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે વાલીઓમાં રોષ ફેલાયો છે. બાળકો દરરોજ ત્રણ ત્રણ કલાક મોબાઈલમાં કેવી રીતે ભણે ? ત્રણ કલાક તો સળંગ તેઓ મોબાઈલ પણ રમી શકતા નથી તેવો રોષ વાલીઓએ કાઢતા જણાવ્યું હતું.
zoom appમાં એક સાથે ૧૦૦ લોકો વીડિયો કોન્ફરન્સ કરી શકે છે
આ એપમાં જેટલી મોટી સંખ્યામાં લોકોને એક સાથે ગ્રુપ વીડિયો કોલીંગ કરવાની સગવડ આપે છે એ પણ મફતમાં એટલી બીજી કોઈ એપ આપતી નથી. ઝુમ એપ ફ્રી એકાઉન્ટમાં પણ એક સાથે ૧૦૦ લોકો વીડિયો કોન્ફરન્સ કરી શકે છે એટલે ખાસ કરીને સ્કૂલ્સ અને મોટા બિઝનેસોને ભારે રસ પડ્‌યો છે.
ઓનલાઈન કલાસમાં પોર્ન ચાલુ થઈ જાય છે !
ઝૂમ એપ રોજ ચર્ચામાં છે. સોરાષ્ટ્ર કચ્છની મોટાભાગની સ્કૂલોમાં આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટીચર ઝુમ એપ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે સ્ક્રીન ઉપર પોર્ન ફિલ્મ શરૂ થઈ જતા હોબાળો મચી ગયો હતો. આ ફિલ્મ બંધ કેમ કરવી તેનો ટીચરને ખ્યાલ નહીં આવતા ૩ મિનિટ સુધી આ ફિલ્મ સ્ક્રીન ઉપર આવી હતી.
કોરોનાનાં કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ગુજરાતમાં ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન દરમ્યાન સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વગેરેનાં ટીચર્સ, પ્રોફેસર્સ, સ્ટાફ સ્ટુડન્ટ એપ્લીકેશનનો સતત ઉપયોગ કરતા નજરે પડે છે. સોરાષ્ટ્ર કચ્છની મોટાભાગની શાળાઓ ઝુમ એપ ઉપર વિદ્યાર્થીઓને ધરાર ભણાવી રહી છે. ભારતમાં કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સીએ ઝુમ એપના ઉપયોગ અંગે બહુ પહેલેથી જ ચેતવણી આપી છે તેમ છતાં શાળાઓ સાયબર રિસ્ક લઈને પણ ઝુમ એપ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉઠા ભણાવી રહી છે. કારણ સ્પષ્ટ છે, શાળાનો પ્રચાર-પ્રસાર અને ફી પાછી ન આપવાનો કે માફી ન કરવાનો નૂસખો છે. વધુમાં જણાવ્યું છે કે આજ સુધી જે સ્કૂલ્સ સ્માર્ટફોનનાં ઉપયોગથી થતા નુકસાનની વાત કરતી હતી તે જ સ્કૂલ્સ હવે વિદ્યાર્થીઓને કલાકો સુધી સ્માર્ટફોન ઉપર શિક્ષણ આપે છે! દાળમાં કંઈક કાળું નથી આખી દાળ જ કાળી છે એ સમજાઈ જવું જોઈએ. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ મન-મગજ માટે કેટલો હાનિકારક છે એ સૌ શૈક્ષણિક તજજ્ઞો જાણે-સમજે જ છે છતાં તેઓ વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઈન એજ્યુકેશન લેવા દબાણ કરી રહ્યાં છે. પાછુ ઘરબેઠા પણ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરી જ ભણવા બેસવાનું ડીંડક. યુનિફોર્મ પહેરે કે ન પફેરે શું ફર્ક પડે? પણ ના. સ્કૂલ્સને એમાં પણ પબ્લિસિટી કરી લેવી છે. સોરાષ્ટ્ર કચ્છની શાળા સંચાલકો પાસે માર્કેટિંગ એક્સપર્ટ પણ ટૂંકા પડે. ચાલો માન્યું કે, ધોરણ ૧૦-૧૨ બોર્ડનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે એ બરાબર છે પરંતુ ધોરણ ૧થી ૮નાં પ્રાથમિક વિભાગનાં ભૂલકાઓને પણ દરરોજ ત્રણ-ત્રણ કલાક ખાલીખોટુ શિક્ષણ આપી સ્કૂલવાળા માનસિક રીતે હેરાન-પરેશાન કરી મૂકે છે. હવે તો આ ઓનલાઈન એજ્યુકેશનની બલાથી બાળકો સાથે તેમના વાલીઓ પણ થાક્યા પાક્યા અને કંટાળ્યા છે. લોકડાઉનમાં ઘરમાં રહીને બાળક કોરોનાથી બચી જશે પણ લોકડાઉન પૂરો થશે ત્યાં સુધીમાં ઓનલાઈન એજ્યુકેશન લઈને આંખ, કાન, મગજ, મન ઉપરની ગંભીર અસરથી નહીં બચી શકે. સુરક્ષા એજન્સીઓને દેશભરમાં વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝુમ એપનાં ઉપયોગ અંગે એલર્ટ આપ્યું છે. આ ચાઈનીઝ એપ ફોન માટે પણ બહુ જોખમી છે. આઈફોનમાં આ એપ ઈન્સ્ટોલ કરતાની સાથે મોબાઈલમાં રહેલી તમામ માહિતી આપમેળે સાયબર માફિયાઓ સુધી પહોંચી જાય છે. આ એપ મોબાઈલમાં નાખ્યા પછી કેટલાંયનાં પૈસા ઉપાડી ગયા.આ એપ મોબાઈલમાં નાખ્યા પછી કેટલાંયનાં પૈસા ઉપાડી ગયા છે. જર્મની, સિંગાપુર સહિત ઘણા દેશોએ આ એપના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ અમુક શૈક્ષણિક સંસ્થાઓ સમજતી જ નથી. કોઈપણ જાતના વિશેષ રોકાણ વગર યુ-ટયુબ, ફેસબૂક લાઈવ, વોટ્‌સએપ તથા સ્કૂલની પોતાની વેબસાઈટ કે એપ્લિકેશનની મદદથી પણ શિક્ષણ આપી શકાય. ઘણી જગ્યાએ અપાઈ પણ રહ્યું છે. વાંધો એટલો જ છે કે જે એપ વિશ્વસનીય નથી એ એપ ઉપર શિક્ષણ કેમ આપવામાં આવે છે? અને નાના નાના ભૂલકાઓને પણ શિક્ષણનાં નામે સજા અપાઈ જ રહી છે વળી, દરેક વાલીઓ પાસે વધારાનાં સ્માર્ટફોનની સગવડ ન પણ હોય. ઘણાનાં ઘરમાં નેટ ધીમું આવે છે તો ઘણાનાં ઘરમાં ખાવાપીવા એક જ સ્માર્ટફોન છે. બાળકોને અત્યારથી આની આદત ક્યાં પાડો છો? ઘણા બાળકો પણ ઓનલાઈન એજ્યુકેશન નામે મોબાઈલમાં છાનેખૂણે શુંનું શું કરતા હોય છે એ પણ આપણને ખબર છે. આમ પણ અત્યારે ઉનાળું વેકેશન જ છે. ઓનલાઈન એજ્યુકેશનનાં નામે બાળકોને ધંધે લગાડવાનો કે વાલીઓને દોડાવવાનો કોઈ મતલબ નથી. બોર્ડ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે મોટા વિદ્યાર્થીઓને ભણાવો. પણ અરે હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે ત્રીજા-ચોથા ધોરણમાં આવતા આર્ટ એન્ડ ક્રાફ્‌ટ જેવા વિષયોનાં પીરિયડ પણ ઝુમ એપ ઉપર કલાકો સુધી લેવાય છે અને બાળકોને રીતસર માનસિક-શારીરિક ત્રાસ આપવામાં આવે છે.

error: Content is protected !!