કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ

0

લોકડાઉન શરૂ થયા બાદ સરકાર દ્વારા ખેડુતોની ખેતપેદાશોની સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોએ કરેલ નોંધણી મુજબ ક્રમ પ્રમાણે વીસ ખેડુતોને ચણાના વેંચાણ કરવા આવવા માટેની જાણ કરવામાં આવી હતી. જે મુજબ ખેડુતો વાહનોમાં ચણા ભરીને કેશોદ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયા હતા. ધારાસભ્યનાં વરદ હસ્તે ચણાનિ ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બાદમાં ચણાની ખરીદી શરૂ થતાં મજુરોના અભાવે તેમજ કોઈ મશીનોમાં ટેકનીકલ ખામીના કારણે માત્ર એકથી બે મશીન જ શરૂ હતા જેથી ગોકળગતીએ ચણાની ખરીદી થતા વહેલી સવારથી આવેલ ખેડુતો પરેશાન થયા હતા. તેમજ સરકાર દ્વારા હાલ કોરોના વાયરસના સંક્રમણથી બચવા લોકડાઉનની અમલવારીનું પાલન કરવા સાથે ખરીદી કરવાની થતી હોય પરંતુ ચણાની તોલમાપ સમયે પાંચથી વધુ મજુરો એક સાથે અને માસ્ક ગ્લોવ્ઝ વિના મજુરો કામ કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતું. ધારાસભ્યનાં વરદ હસ્તે ચણાની ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તે સમયે લોકોની ભારે ભીડ જોવા મળી હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તેમજ મામલતદારે માર્કેટીંગ યાર્ડ ખાતે મુલાકાત લઈ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સુચના આપી હતી. છતાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં નથી આવતું ત્યારે આગામી દિવસોમાં લોકડાઉનની અમલવારીનું પાલન કરાવવામાં આવશે કે કેમ તે જોવાનુ રહ્યું.

error: Content is protected !!