દ્રઢ નિર્ધાર, લોકોનો સહયોગ, સતત દેખરેખથી અમારૂ બામણાસા ઘેડ ગામ “કોરોનામુકત” રહયું છે : ખીમાણંદભાઈ

0

મારૂ ગામ કોરોના મુક્ત રહે એ દ્રઢ નિર્ધાર, ગ્રામવાસીઓનો સહયોગ અને સતત દેખરેખ થી હજુ સુધી અમારૂ ગામ કોરોન મુકત રહયું છે. આ શબ્દો છે કેશોદ તાલુકાના બામણ સાથે ગામના સરપંચ ખીમાણંદ નંદાણિયાના.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બામણસા ઘેડ ગામ આવેલું છે. ગામની વસ્તી અંદાજે આઠ હજાર લોકોની છે.સરપંચની દેખરેખ અને ગ્રામજનોના સહયોગથી થકી હજુ આ વાયરસનો પગપેસારો થયો નથી. ગામ કોરોનામુક્ત રહે, ઘરબંધીમાં લોકોને કોઇ અગવડ ન પડે એનું, આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે એ બાબતનું વિશેષ ધ્યાન રાખીને દ્રષ્ટાંતરૂપ કામગીરી કરવામાં આવી છે ખીમાણંદભાઈ એ જણાવ્યું કે, કેશોદ તાલુકા નું પ્રથમ અમારૂ ગામ છે જેને સેનીટાઈઝ કરવામાં આવ્યું હોય. ઉપરાંત એક અઠવાડિયુ ડ્રોનની મદદથી ગામમાં દેખરેખ પણ રાખવામાં આવી હતી. તેમજ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કોરોનાના સંક્રમણ થી બચવા ગામમાં માસ્કનું વિતરણ,ડોર ટુ ડોર સર્વેની કામગીરી, બહારથી આવતા લોકોને ૧૪ દિવસનું કોરોન્ટાઈન, આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ૮ થી ૧૨ સુધી જ ખુલી રહે, જરૂરિયાત મંદોને ફૂડ પેકેટ તેમજ ઘરે ઘરે જઈને રાશન કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત લોકોને કોઈ કારણ કે ઈમરજન્સી સીવાય બહાર ગામ ન જવા માટે,બીજા ગામમાંથી અમારા ગામમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે લોકડાઉનના દિવસો દરમ્યાન સરકારની માર્ગદર્શિકાના પાલન કરાવવામાં લોકોનો સહયોગ પણ રહ્યો છે.જેના લીધે આ કપરા દિવસો સરળતાથી પસાર થઈ રહ્યા છે. લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે,ઘરમાં જ સુરક્ષીત છે એમ સમજાવવમાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ કોવીડ-૧૯ ને નાથવામાં સરકારની ગાઈડલાઈન અમલવારીમાં ગ્રામ્ય સ્તરે સરપંચની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. સાથે જ સરકારશ્રી દ્રારા કરવામાં આવતા તમામ પ્રયાસોની અમલવારી કરવામાં લોકોની ખૂબ મહત્વની ભૂમીકા જણાય છે. ત્યારે કેશોદ તાલુકાનું આ નાનકડું ગામ અન્ય લોકો માટે ખરેખર રાહ ચીંધે છે.

error: Content is protected !!