Thursday, January 21

જૂનાગઢ જીલ્લામાં વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ, રાશન મળ્યાનો સંતોષ વ્યક્ત કરતા લાભાર્થીઓ

સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી ૧,૮૦,૬૦૭ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને તા.૧૧ મી મે સુધી ૧૦ કિલો ઘઉં, ૩ કિલોગ્રામ ચોખા, ૧ કિલો ચણાદાળ, એક કિલો ખાંડનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જૂનાગઢ પાસેનાં ધણફુલીયા ખાતે સસ્તા અનાજની દુકાને રાશન મેળવનાર હિતેષકુમાર કોરડીયાએ કહ્યુ લોકડાઉનની સ્થિતીમાં આ અનાજ કુટુંબ માટે સહાયરૂપ બનશે. વિપુલભાઇ ધાંગશે ઘઉં સાથે ચોખા દાળ અને ખાંડ મળતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.  વાડલા ખાતે વિનામૂલ્યે રાશન મેળવનાર પ્રફુલભાઇ વડાલીયાએ સંતોષ વ્યક્ત કરતા કહ્યુ કે જરૂરીયાતમંદો માટે વિનામુલ્યે અનાજ મળવુ ખુબ જરૂરી છે. આ જથ્થો હાલનાં સંજોગોમાં રાહતરૂપ છે. પ્રફુલભાઇની વાતમાં સૂર પુરાવી ટીંબાવાડીના જયેશભાઇ હીરપરાએ રાજ્ય સરકારની કામગીરીને સરાહનીય ગણાવી હતી. ઉલ્લેખનિય છે કે, ધણફુલીયા ખાતે ફુલ ૬૭૬ રાશનકાર્ડ ધારકો પૌકી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-૦૧ કાર્ડ ધારકો ૧૯૧ અને વાડલા ખાતે ૨૦૦થી વધુ તેમજ ટીંબાવાડી ખાતે ૨૧૦૬ રાશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ૧,૮૦,૬૨૭ રાશનકાર્ડ ધારકો અને ૬,૧૬,૯૩૨ લોકોને વિનામુલ્યે અનાજનો જથ્થો મળશે. અનાજ કુટુંબ માટે સહાયરૂપ બનશે : હિતેષભાઈ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ પાસેના ધણફૂલીયા ખાતે આજે વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ કરાયો હતો.અહી અનાજનો જથ્થો મેળવનાર લાભાર્થી હિતેશભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં સરકાર દ્વારા અપાતું અનાજ કુટુંબ માટે સહાયરૂપ બનશે. આજે મને અહીથી ૧૦ કિલો ઘઉં,૩ કિલો ચોખા ઉપરાંત દાળ અને ખાંડ વિનામૂલ્યે મળ્યા છે. ધણફૂલીયા વ્યાજબી ભાવની દુકાને ધણફૂલીયા ઉપરાંત ગાંઠીલાના કુલ ૮૬૨ રાશનકાર્ડ ધારકો પૈકી નોન nfsa –apl-૧ ૩૦૪ રાશન કાર્ડ ધારકોને તા.૧૧ મે સુધીમાં વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. દુકાનદાર દ્વારા સોશીયલ ડિસ્ટન્ટ જાળવવા સાથે આરોગ્યના માપદંડો જાળવી રાશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિતેશભાઈએ વધુમાં કહ્યું કે મારા ઘરમાં મુખ્ય કમાનાર હું એકજ વ્યક્તિ છું.આવા સંજોગોમાં એપીએલ કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન મળવું ખૂબ જરૂરી છે.ગુજરાત સરકારનો વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો આ નિર્ણય યોગ્ય સમયે લેવાયો છે. જે અમારા જેવા લોકો માટે આશીર્વાદરૂપ છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાના કુલ ૧,૮૦,૬૨૭ નોન nfsa –apl-૧ કાર્ડધારકો અને ૬ લાખ થી વધુ લોકોને તા.૧૧ મે સુધીમાં વિનામૂલ્યે અનાજના જથ્થાનું પુરવઠા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવશે.

error: Content is protected !!