માણાવદરમાં સફાઈકર્મીઓ ઉપર ફૂલવર્ષા કરાઈ

0

માણાવદર નગરપાલિકાનાં ૧પ૦ જેટલા સફાઈ કામદારો ઉપર ફુલવર્ષા કરાઈ હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી મામલતદાર કચેરી, પોસ્ટઓફીસ, શાકમાર્કેટ રોડ, ન્યાયકોર્ટ તાલુકા થઈ જેલ પાસે, માણાવદર નગરનાં પ્રમુખ, ચીફ ઓફીસર તથા સ્ટાફ સાથે પસાર થતા સફાઈ કામદારો ઉપર આ વિસ્તારનાં રહેવાસીઓ, વેપારીઓએ ગુલાબની ફૂલ વર્ષા કરી હતી. સફાઈ કર્મીઓ ઉપર ફૂલ વર્ષા થતાં માતા-બહેનો, યુવાનોની આંખ ભીની થઈ ગઈ હતી. માણાવદર વાસીઓએ આવુ સન્માન આપી અમને ઋણી બનાવ્યા છે. મારા બાપ તમે ઉપકાર કરો છો, ગામનાં રોટલા ખાઈએ છીએ, અનોખા દૃશ્ય જાઈ સોકોઈ ગળગળા થઈ ગયા છે. મોટા-મોટા સાહેબો ઉપર બધા ફૂલવર્ષા કરે, અમારૂ કોણ પણ માણાવદરે ફૂલવર્ષા કરી તે અમારા માટે ગોરવની ઘડી છે.