આખરે વનવિભાગે કબુલ કર્યું કે બેબેસિયાના રોગથી છ સિંહના મૃત્યું થયા છે

0

ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જ અને આસપાસના સાવજા પાછલા કેટલાક સમયથી ટપોટપ મરી રહ્યાં છે. સિંહપ્રેમીઓએ રોગચાળાની આશંકા વ્યકત કરી પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જીલ્લાનાં વનતંત્રએ અત્યાર સુધી રોગચાળા અંગે નનૈયો ભણ્યો હતો. પણ આખરે આજે કબુલ કર્યું હતું કે અહીંના સાવજામાં બેબેસીયાનો રોગચાળો ફેલાયો છે અને પાછલા દિવસોમાં તેના કારણે છ સાવજાના મોત થયા છે. જા કે સાચો આંક ઘણો વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ રોગ ઈતરડીથી સાવજમાં ફેલાઈ રહ્યો છે. દલખાણીયા રેન્જનાં સાવજા બે વર્ષ પહેલા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાતા ૩૪ જેટલા સાવજાના ટપોટપ મોત થયા હતા. છેક અમેરિકાથી રસી મંગાવી રોગચાળા ઉપર કાબુ લેવાયો હતો. પરંતુ આ ઘટના બાદ વનતંત્રએ કોઈ બોધપાઠ ન લીધો જેના પગલે હવે ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જમાં સાવજામાં બેબેસીયાનો રોગચાળો ફેલાયો છે. આમ તો ગીર પૂર્વમાં પાછલા કેટલાક સમયમાં ર૧થી વધુ સાવજાના મોત થયા છે. પરંતુ હંમેશા રોગચાળાની માહિતી છાનીછુપી રાખતા વનતંત્રએ આ રોગચાળામાં માત્ર છ સાવજાના મોત થયાનું જ કબુલ કર્યું
છે. બાકીનાં સાવજાના મોત વૃધ્ધાવસ્થા, સાપ કરડવા જેવા કારણોમાં ખપાવી દેવાયા છે. અહીના સાવજામાં આ રોગચાળો ઈતરડીના કારણે ફેલાયો છે. બેબેસીયા લાગુ પડતા સાવજના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. અગાઉ તુલસીશ્યામ રેન્જમાં સાવજાના એક ગૃપમાં આવા લક્ષણો નજરે પડતા ૧૩ સાવજાને પાંજરે પુરી જસાધારના એનીમેલ કેર સેન્ટરમાં ખસેડી દેવામાં આવ્યા હતા. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર કાર્યવાહી પર સતત દેખરેખ રાખી રહ્યાં હતાં. જા કે છ સાવજા સાજા થતા મુક્ત કરી દેવાયા છે. સિંહ પ્રેમીઓનું માનવું છે કે અહીં રોગચાળામાં ઘણા વધુ સાવજાના મોત થયા છે પણ વનતંત્ર કાયમની જેમ પોતાની આબરૂ બચાવવા આંકડા છુપાવી રહ્યું છે. કેન્દ્ર સરકારની વન અને પર્યાવરણ સમીતીએ તત્કાલ જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા તેના મૃત્યુનું કારણ જાણવા ખાસ મુલાકાત લઈ તપાસ કરવા પર્યાવરણ પશુપક્ષી મંડળોની માંગણી સાથે એક પત્ર પાઠવવામાં આવ્યો છે.