જૂનાગઢ નજીક આવેલું ભવનાથ ક્ષેત્ર ધાર્મિક નગરી અને તિર્થોનું ધામ છે. અહીં ગિરનારની ઉંચી ટોચ તેમજ પ્રકૃતિનું ર્સોંદર્ય પણ પુરેપુરૂં ખીલી ઉઠ્યું હોય ત્યારે નયનરમ્ય વાતાવરણની મોજ માણવા માટે લોકો અને પ્રવાસી જનતા મોટી સંખ્યામાં સામાન્ય દિવસોમાં આવતી હોય છે. લોકડાઉનનાં આ દિવસોમાં ભવનાથ વિસ્તારમાં અવરજવર બંધ કરવામાં આવી છે અને પાંખી અવરજવર રહેતી હોય છે. લોકોને કાયમને માટે ભવનાથ ક્ષેત્રનું આકર્ષણ રહેલું છે ત્યારે ગઈકાલે ભવનાથ વિસ્તારનો અને ગિરનાર ક્ષેત્રનો નયનરમ્ય નજારો કેમેરામાં કરવામાં આવેલ છે જે અત્રે પ્રસ્તૃત તસ્વીરમાં દર્શાય છે. આ ઉપરાંત ગઈકાલે વૈશાખી પૂનમ હોય અને પૂર્ણિમા પણ સોળે કળાએ ખીલી ઉઠેલ હોય તે પણ પ્રસ્તૃત તસ્વીરમાં દર્શાય છે.