ગિરનારજી તિર્થની ૮૯૧મી સાલગીરી

0

ગિરનારજી તીર્થની આજે ૮૯૧ સાલગીરી છે. ગિરનારજી ઉપર એક સાથે આજે ૧૪ જિનાલયોની ધ્વજા ચઢી હતા. આચાર્ય ભદ્રેશ્વરસૂરીના શુભ ઉપદેશથી સજજ મંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેલા કાષ્ઠના (લાકડાના) બનેલા, શ્રી નૈમિનાથ પરમાત્માનો મુખ્ય જિનાલયનો પાયામાંથી જીર્ણોધ્ધાર રૈવતગિરિએ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમુ જ્ઞાન અર્થાત્‌ કેળવજ્ઞાન અપાવનારૂ છે. ગિરનારજી ઉપર અનંતા તીર્થકરો મોક્ષપદને પામ્યા છે. વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી ભગવાન નૈમિનાથ ભગવાનના દિક્ષા-કેળવજ્ઞાન અને મોક્ષ કલ્યાણક ગિરનારજી ઉપર થયા છે. આવતી ચોવીસીના બધા જ ચોવીસ તીર્થકરના મોક્ષ કલ્યાણક તથા એ જ ચોવીસીના ર૩માં અને ર૪માં તીર્થકર પરમાત્માના દિક્ષા-કેવળ-મોક્ષ કલ્યાણ આ પવિત્ર ગિરનાર મહાતીર્થ ઉપર થશે. વર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉનના નિયમ મુજબ ખુબ જ સાદાઈથી ધજા આરોહણ આજે સવારે ૮ઃ૩૧ના શુભ મુહુર્તમાં થઈ સર્વે ચતુર્વિધ સંઘે પોતપોતાના આશ્રય સ્થાનમાં, સ્વસ્થાને ભાવથી ઘર બેઠા ધજા આરોપણની ભાવધારા, દિવ્ય ક્ષણોને ભકિતપૂર્વક કરી અને સામૂહિક પુણ્ય ઉપાર્જન કર્યું હતું. આજે આખા દિવસમાં એક વખત સ્મૃતીમનમાં ગિરનારજીની ભાવયાત્રા કરવી. આજે ગિરનારજી અને શ્રી નૈમિનાથ પ્રભુની સ્તવના, સંધ્યા ભકિત, સામૂહિક ભકિત સ્વસ્થાને રહી રાત્રે ૮ વાગે ઘરે રહીને ભકતિ કરવાની રહેશે.

error: Content is protected !!