માણાવદરમાં પાન-બીડી માટે પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત

માણાવદર પંથકમાં હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન, માવા, તમાકુ ધંધાર્થીઓ પાસે દુકાનો ખોલાવી માલ કઢાવ્યાનાં આક્ષેપો થઈ રહયા છે. પાન, માવા, તમાકુનો માલ સામાન બળજબરીથી તમામ શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી કઢાવી રહયાની ફરીયાદો ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર માણાવદર બહારપુરા વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ શાંતિલાલ રાઠોડ દ્વારા સનસનીખેજ પત્ર જૂનાગઢ જીલ્લા પોલીસ વડાને લખવામાં આવ્યો છે. જેમાં માણાવદર પોલીસ અધિકારી અને કર્મચારીઓના કરતુત છતાં કરવામાં આવ્યા છે. ગત તા. પ-પ-ર૦નાં રોજ માણાવદર શહેરનાં પીપળેશ્વર મંદિર પાસેની ગલીમાં માણાવદરનાં જાણીતા કહેવાતા વેપારીનાં હાલ લોકડાઉન પરિસ્થિતિમાં જયારે સામાન્ય માણસને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે આવા સમયે ખાનગી મીટીંગ યોજાઈ હતી. સાથે સાથે ખાણીપીણીનાં જલસા સાથે મીટીંગમાં કેટલાક રાજકીય આગેવનોએ મધ્યસ્થી કરી જવાહર રોડ ઉપરનાં ખાન-બીડી, સોપારીનાં હોલસેલ વેપારીઓ સાથે મીટીંગ ગોઠવણ કરી હોવાનાં સનસનીખેજ આક્ષેપો ભાવિનભાઈ રાઠોડે કર્યા હતાં. જા સ્થળ ઉપરનાં સીસી ટીવી ફુટેજ, મોબાઈલ લોકેશન તથા જીપીએસ સીસ્ટમથી તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવવાની શકયતા છે.

error: Content is protected !!