જૂનાગઢ જીલ્લા જેલમાં જેલ સહાયકને કાચા કામનાં કેદીએ મારી નાખવાની ધમકી આપી

0

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક મૌલિકસિંહ ડી.ડોડીયાએ ધાનાભાઈ દેવરાજભાઈ રબારી કાચા કામનાં કેદી હાલ જીલ્લા જેલ જૂનાગઢવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન ધાનાભાઈ દેવરાજભાઈ રબારીએ બીજા અન્ય કોઈ આરોપી સાથે સંપર્ક કરવા જતાં ફરીયાદીએ ના પાડતાં ફરીયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી અને ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એસ.એમ.મકવાણા ચલાવી રહ્યાં છે.