જૂનાગઢ એસ.ટી. વિભાગની પ૦ બસોને સુરત માટે ફાળવાઈ

0

લોકડાઉનની સ્થિતિમાં અનેક શહેરોમાં બહારગામથી આવેલા પરપ્રાંતિયો તેમજ ફસાયેલાં શ્રમિકોને તેમનાં માદરે વતન જવા માટે ભારે ઉહાપોહ મચ્યા બાદ સરકારી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકારનાં આદેશ અનુસાર બહારગામનાં આ મજુરોને તેમના વતન પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન સુરત ખાતે જુદા-જુદા વિસ્તારમાંથી આવેલા અને ફસાયેલાં લોકોને તેમના વતન પહોંચાડવાની કામગીરીનાં ભાગરૂપે વાહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા પ૦ જેટલી બસોને ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લામાં જુદા-જુદાં સેન્ટરોમાં પણ બહારગામનાં ફસાયેલાં શ્રમિકોને રેલ્વે સ્ટેશન ખાતે લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવતીકાલથી સંભવત ભેંસાણ-વિસાવદર સહિતનાં શહેરોમાંથી શ્રમિકોને લાવી અને રેલ્વે સ્ટેશન ખાતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળે છે.

error: Content is protected !!