નોટબંધીથી તમાકુ બંધી સુધીની યાત્રા : લોકડાઉન હટયા પછી ઘરખર્ચ કરતા વ્યસનનો ખર્ચ ડબલ થઈ જશે ?

0

મોત આવે તે પહેલા જ મરી જવાની કળા ધરાવતા કલાકારોથી દેશ ભરપુર ભર્યો છે. આપણી બદનસીબી છે કે આ પ્રકારનાં કલાકારોની સલાહ, સૂચના અને આદેશ પ્રમાણે જીવવાનું છે. મચ્છર ગાલ ઉપર બેઠો હોય તો તેને મારવા ગાલ ઉપર તમાચો મારી દઈ છીએ ત્યારે મચ્છર કાં તો મરી જાય અથવા ઉડી જાય, પણ જે તમાચો માર્યો હોય તેના કારણે ગાલ સૂજી જાય તેનું શું? કોરોના વાયરસને દૂર કરવા અથવા તો તેનો નાશ કરવા લોકડાઉનનો તમાચો તો માર્યો પરંતુ હવે આપણો ગાલ કેવો સુજી જશે તેની વાત કરીએ. કોરોના વાયરસે રાજકીય અને ધાર્મિક પરંપરાને ઉલટ પલટ કરી નાખી છે, રાજકીય પરંપરાની વાત કરીએ તો આગામી એક વર્ષમાં બિહાર સહિત છ રાજયોમાં ચૂંટણી થનાર છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં જનસંપર્કને ઓછા સંપર્કનો કન્સસ્ટેપ ક્રમ બદલવો પડશે, જાહેર સભામાં ભાષણ કરવાની કોઈપણ નેતા હવે હિંમત નહી કરે, લોકો પણ જાહેર સભામાં કોરોના સંક્રમણનાં ભયથી ઘેરહાજર રહી સામાજીક દૂરી સ્વયંભુ જાળવશે. ર૯૧૪માં મોદીએ પ૮૪૭, ચૂંટણી સભા, ચૂંટણી કાર્યક્રમો કરેલ હતા, આ માટે તેઓ ૧ લાખ પ૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. ર૦૧૯માં તેઓ માત્ર ૧૪ર ચૂંટણી સભાઓ કરેલ છતા પણ તેઓની પ્રમાણિક કાર્યપ્રણાલી અને જનતાનાં વિશ્વાસ થકી એૈતિહાસિક વિજય મેળવેલ હતો, પરંતુ હવે પછી વડાપ્રધાનથી માંડીને નાના ગામનાં સરપંચ ચૂંટણી પ્રચાર માટે પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક માધ્યમની શરણે જવું પડશે તેમજ ચૂંટણી ઢંઢેરામાં જ્ઞાતિ જાતી કે વિકાસની વાત પડતી મૂકી, મહામારી સમયે કેવી તૈયારી રખાશે તેની તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ વધુમાં વધુ કઈ રીતે ઉપલબ્ધ કરાશે તેના વચનો આપવા પડશે. જેના કારણે સ્થાનિક ઉમેદવારનાં જીતવાનાં ચાન્સ વધુ રહેશે અને આયાતી ઉમેદવારના હારવાના ચાન્સ વધુ રહેશે. ધાર્મિક પરંપરાની વાત કરીએ તો કોઈપણ જયોતિષીઓ કે ધર્મગુરૂઓ કોરોના વાયરસ અંગે ચેતવી ન શકયા કે બચાવી પણ ન શકવાના કારણે અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટી જશે અને વૈજ્ઞાનિક અભિગમ તરફ લોકો વળશે. અમે તો દર રવિવારે બહાર હોટલમાં જમવાનું અને રાત્રીના પિકચર જઈને પછી ઘરે આવવાનું નકકી કરેલ છે. વેકેશનમાં તો અમે દાર્જિલિંગ જવાના છીએ, અમે તો સહપરિવાર ચારધામની યાત્રા કરવા જવાના છીએ, આ પ્રમાણેની ઉપરોકત વાતો હવે પ્રાચીન ઈતિહાસની વાતોમાં ગણનાં થશે. નોટબંધીથી તમાકુબંધી સુધીની યાત્રામાં લોકડાઉન હટી જાય તો સ્પ્રિંગ દબાવ્યા પછી ઉછળે તેમ વ્યસનીઓ પોતાના વ્યસન ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી પડશે. ઘર ખર્ચ કરતા વ્યસનનો ખર્ચ ડબલ થઈ જશે. અંતમાં કોરોના જયાંથી આવ્યો હોય ત્યાં પાછો ચાલ્યો જાય, ૧૩૦ કરોડની પ્રજા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી, કોરોના વાયરસને હરાવી વિજય મેળવે તેવી આપણે સો પ્રાર્થના કરીએ.

error: Content is protected !!